Connect Gujarat
ગુજરાત

ભરૂચ દહેજ માર્ગ પર સર્જાયા બે ગમખ્વાર અકસ્માત  

ભરૂચ દહેજ માર્ગ પર સર્જાયા બે ગમખ્વાર અકસ્માત  
X

કાર અકસ્માતમાં ચારના જીવનદીપ બુઝાયા, અન્ય ઘટનામાં 10 ને ઈજાઓ પહોંચી

ભરૂચ જીલ્લાની સવાર અકસ્માતોની વણઝારથી શરુ થઈ હતી અને બે જુદા જુદા માર્ગ અકસ્માતમાં ચાર વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા હતા જયારે અન્ય એક બનાવમાં ખાનગી કંપનીના કર્મચારીઓને ઈજાઓ પહોચી હતી.

accident 2

દહેજ ઔદ્યોગિક વસાહતના ખાનગી ઉદ્યોગ એકમમાં કામ કરતા કર્મચારીઓની કાર ભરૂચથી દહેજ તરફ જઈ રહી હતી તે સમયે નવેઠા ગામ પાસે કાર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ડીવાઈડર કુદીને રોંગ સાઈડ પર જતી રહી હતી તેમજ સામેથી આવતી લક્ઝરી બસમાં કાર ધડાકાભેર અથડાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં ઈન્ડીગો કરના ચાલક સહીત ચાર આશાસ્પદ યુવાનોના ગંભીર ઈજાઓના કારણે કરુણ મોત નીપજ્ય હતા.કારમાં સવાર ત્રણ યુવાનો દહેજની કંપનીમાં એનર્જી પાવર પ્લાન્ટમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ અર્થે જઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત અન્ય એક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં દહેજની ખાનગી કંપનીમાં નાઈટ શિફ્ટમાં ફરજ બજાવીને અંદાજીત 30 કર્મચારીઓ સવારે કંપનીની બસમાં સવાર થઈને ભરૂચ આવી રહ્યા હતા તે દરમ્યાન થામ ગામ પાસે ડમ્પર સાથે બસને અકસ્માત નડ્યો હતો જેમાં 10 વ્યક્તિઓને ઈજાઓ પહોચતા સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.

નવેઠા ગામ પાસે સર્જાયેલા કાર અકસ્માતમાં ગામના રહીશો ઈજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા, પરંતુ કારમાં સવાર પુરુષોત્તમ સ્વૈન , રાજેશ કુમાર , રાહુલ શ્રીવાસ્તવ, મુરુદ્દીન શાહ દીવાનને કોઈ મદદ મળે તે અગાઉ જ ચારેય કમભાગીઓનો જીવનદીપ બુઝાઈ ગયો હતો અને ચારેયના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા છે.

આ બંને અકસ્માતની ઘટના અંગે ભરૂચ તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.

Next Story