Connect Gujarat
ગુજરાત

દહેજની મેઘમણી કંપનીમાં ભીષણ આગ લાગતા એકનું મોત સાત કામદારો દાઝયા

દહેજની મેઘમણી કંપનીમાં ભીષણ આગ લાગતા એકનું મોત સાત કામદારો દાઝયા
X

સાત જેટલા કામદારો આગની ચપેટમાં આવતા ખાનગી દવાખાનામાં સારવાર હેઠળ ખસેડાયા

દહેજ સ્થિત મેઘમણી ઓર્ગેનિક કંપનીમાં આગ ફાટી નીકળી હતી.કંપનીમાં આગ લાગતા કામદારોમાં નાશભાગ મચી જવા પામી હતી.ઘટના સ્થળે ફાયર ફાઈટર પહોંચી આગ બુઝાવવા પાણીનો મારો ચલાવ્યો હતો.એક નું મોત થવા સાથે સાત જેટલા કામદારો દાઝી જતા આવતા ભરૂચ અને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હોવાની માહિતી સાંપડી છે.

[gallery td_select_gallery_slide="slide" size="full" ids="88788,88789,88790,88791,88792,88798,88799,88800,88801"]

દહેજ વિસ્તારનું નામ પડતાજ ઉદ્યોગ નગરીના દર્શન થયા વિના રહેતા નથી.છેલ્લા કેટલાક વર્ષમાં આગ લાગવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી હતી.પરંતુ એમાં ખાશ કરીને મેઘમણી ઇન્ડસ્ટ્રીઝ ના અલગ અલગ યુનિટમાં સૌથી વધુ આગ લાગવના કિસ્સા જોવા મળ્યા હતા.આજરોજ વહેલી સવારે મેઘમણી ઓર્ગેનિક યુનિટ 3 માં સાયપર પ્લાન્ટમાં એકાએક આગ લાગી હતી.જેને કારણે કામદારોમાં નાશભાગ મચી જવા પામી હતી.બનાવને પગલે આઠ થી વધુ ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી જઈ આગ ને બુઝાવવાનો પ્રયાસ હાથધર્યો હતો.આગને પગલે એક કામદારનું મોત નીપજ્યુ હતુ.

આ બનાવને પગલે આઠ થી વધુ ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી જઈ આગ ને બુઝાવવાનો પ્રયાસ હાથધર્યો હતો.કંપની પ્રિમાઈસીસમાંથી એક ડેડ બોડી મળી આવી હતી.જ્યારે સાત જેટલા કામદારો દાઝી જતા તેમને ભરૂચ અને બરોડાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હોવાની માહિતી સાંપડી છે.હાલમાં આ આગ સોલવંટને કારણે લાગી હોવાની વિગતો સપાટી પર આવી છે.

આ લખાઈ રહ્યુ છે ત્યારે અન્ય એક ટેન્કને ઠંડી પાડવા ફાયર ફાઇટરો એ સતત પાણીનો મારો ચલાવી રહ્યા છે.છાશવારે મેઘમણીના યુનિટોમાં લાગતી આગ શંકા ઉપજાવ્યા વિના રહેતી નથી. જો આ બાબતે ફેક્ટરી ઇન્સ્પેકટર વધુ તપાસ કરે તો સાચી વાસ્તવિકતા બહાર આવશે અન્યથા આ કંપનીમાં કામ કરતા કામદારો કંપની સંચાલકોને સ્વાર્થનો ભોગ બનતા રહેશે એમ સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યુ છે.આ બનાવને પગલે દહેજ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે, આજે સવારે પાંચ કલાક ના અરસા મા દહેજ મેઘમણી કંપની બ્લાસ્ટ થયો આ મોટી દુર્ઘટનામાં ૨૧ વર્ષિય શ્રેયશ મેહતા નામનો આશાસ્પદ યુવાન કે જે કંપનીમાં છેલ્લા ૭ થી ૮ મહીનાથી ડીપ્લોમા કેમીકલ એન્જીનિયરીંગમા એપરેંટીસ ટ્રેનીંગ બેઝ પર કામ કરતો હતો તે આ ઘટના બન્યા બાદ આ યુવાનની કોઈ ભાળ મળતી ન હતી. દ તેની ભાળ મેળવા તેના માં બાપ કંપનીમાં ફોન કરવા છતાં કોઈ યોગ્ય જવાબ ન મળતા તેનાં માં બાપની ચિંતા વધવા પામી છે

Next Story