Connect Gujarat
ગુજરાત

ભરૂચ : દેશના એક માત્ર મેઘમેળાનો રંગેચંગે થયેલો પ્રારંભ

ભરૂચ : દેશના એક માત્ર મેઘમેળાનો રંગેચંગે થયેલો પ્રારંભ
X

દેશમાં એક માત્ર ભરૂચમાં ભરાતા ભાતીગળ મેઘરાજાના મેળાનો પ્રારંભ થયો છે. મેઘરાજા મેળામાં ખારવા, ભોઇ અને વાલ્મિકી સમાજની છડીનું આર્કષણ જોવા મળી રહયું છે.

સાતમથી દશમ સુધી સાતમ, આઠમ, છડીનોમ અને મેઘરાજાના ઉત્સવને અનુલક્ષી લોકોમાં થનગનાટ જોવા મળ્યો છે. દંતકથા મુજબ ઘોઘારાવ પોતાની માતા અને રાણીનાં અત્યંત કલ્પાંતથી વર્ષમાં શ્રાવણ વદ સાતમથી નોમ ચાર દિવસ સુધી સષ્ટિ પર આવે છે અને આ દિવસોએ ઉત્સવ ઉજવવામાં આવે છે. આ દૈવી પુરુષનું પ્રતિક છડી છે. છડીએ તેની માતા બાછળનું રૂપ છે. છડીને ફરતે લાલ કસુંબો કે રેશમી લાલ કાપડ લગાડવામાં આવે છે. અને ખેસ બાંધવામાં આવે છે. છડીને વદ નોમને દિવસે ધામધૂમપૂર્વક કાઢી અધ્ધર ચકીને ઝુલવવામાં આવે છે. અંદાજે ૩૦ થી ૪૦ ફૂટ ઊંચી છડીને હાથ, છાતી,કપાળ, મોંથી ઝુલાવનાર સૌ કોઇને જોઇ લોકો દિગ્મૂગ્ધ રહી જાય છે.

Next Story