Connect Gujarat
Featured

ભરૂચ : નવરાત્રીનું આયોજન થશે તો કોરોના બેકાબુ બનશે, જુઓ શું કહે છે તબીબો

ભરૂચ : નવરાત્રીનું આયોજન થશે તો કોરોના બેકાબુ બનશે, જુઓ શું કહે છે તબીબો
X

રાજયમાં નવરાત્રી મહોત્સવના આયોજન માટે સરકાર પર દબાણ આવી રહયું છે પણ નવરાત્રીનું આયોજન કરવામાં આવશે તો કોરોના બેકાબુ બની જશે તેવો મત ભરૂચના તબીબોએ વ્યકત કર્યો છે. તેમણે ગરબા રસિકોને ઘરમાં જ રહી માતાજીની આરાધના કરવા માટે અપીલ કરી છે

કોરોનાની મહામારીના કારણે તહેવારોની ઉજવણી ફીકી પડી ગઇ છે. ગણેશ ઉત્સવ બાદ હવે નવરાત્રી મહોત્સવ પણ ન યોજાય તેવી શકયતાઓ વધી છે. નવરાત્રીમાં લાખોની સંખ્યામાં ખેલૈયાઓ ગરબાની રમઝટ માણતાં હોય છે. પણ આ વર્ષે કોરોનાની મહામારી ફેલાય હોવાથી લોકોનું ભેગા થયું વાયરસનું સંક્રમણ વધારી શકે છે.

ભરૂચના તબીબોએ જણાવ્યું છે કે, કોરોના વાયરસ ની મહામારીમાં ગરબાના આયોજનો થાય તો માસ્ક પેહરી ને ગરબા રમવા થી ઓક્સીજન ની માત્ર ઘટી સકે છે અને મગજ ની લોહી ઓછુ મળવાને કારણે વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે. જાણીતા ફીઝીશન કેતન દોશી જણાવે છે કે, ગરબામાં સોશિયલ ડીસ્ટન્સ જળવાશે નહિ તેમજ સતત ગરબા રમવાથી માસ્ક ભીનું થઇ જશે અને ઓકિસજનની માત્રા ઘટી શકે છે જે જીવલેણ બની શકે છે.

અન્ય તબીબ ડૉ. પ્રતિભા દવેએ જણાવ્યું હતું કે, નવરાત્રી આયોજન માટે પરવાનગી માટે આયોજકો રાહ જોઈ બેઠા છે પરંતુ જો ગરબાના આયોજન થાય તો કોરોનાનું સંક્રમણ વધી શકે છે. અત્યારે તો જાન હે તો જહાન હે રાખવું જોઇએ. શ્રધ્ધાળુઓએ ઘરમાં જ રહી માતાજીની ભકિત કરવી જોઇએ.

જાણીતા તબીબ ડૉ. ભાવના શેઠના જણાવ્યાં અનુસાર નવરાત્રીમાં શ્રધ્ધાળુઓ ઉપવાસ પણ કરતાં હોય છે. ઉપવાસ કરવાથી રોગ પ્રતિકારક શકિત ઘટી શકે છે. આવા સંજોગોમાં ગરબા રમવાથી તબિયત લથડી જવાનો પણ ભય રહેલો છે. સરકારે ગરબાની પરવાનગી ન આપવી જોઇએ નહિ તો હોસ્પિટલોમાં દર્દીઓ વધી જશે તેનાથી તબીબોનો જીવ પણ જોખમમાં મુકાય જશે.

Next Story