Connect Gujarat
સમાચાર

ભરૂચ ના દયાદરા ની સામાન્ય પરિવાર ની દીકરીએ જવલંત સફળતા પ્રાપ્ત કરી અન્ય માટે પ્રેણારૂપ બની

ભરૂચ ના દયાદરા ની સામાન્ય પરિવાર ની દીકરીએ જવલંત સફળતા પ્રાપ્ત કરી અન્ય માટે પ્રેણારૂપ બની
X

ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ માં સમગ્ર ગુજરાત ના સર્વ શ્રેષ્ઠ ૧ ટકા વિદ્યાર્થીઓ માં સમાવેશ થતા ભારત સરકાર દ્વારા વાર્ષિક ૮૦,૦૦૦ ની શિષ્યવૃત્તિ માટે ક્વોલીફાઈ થઇ

મહેનત કરનાર કોઈ પણ વ્યક્તિ હોય તેને સફળતા રૂપી ફળ જરૂર પ્રાપ્ત થતું હોય છે.પરીશ્રમ ના પારસમણી થકી જ સાચું સોનું બની શકાય છે. ઉક્ત પંક્તિ ને દયાદરા હાયર સેકન્ડરી સ્કુલ ની વિદ્યાર્થીની એ યથાર્થ ઠેરવી ગૌરવવંતી સફળતા પ્રાપ્ત કરી છે.

ભરૂચ જીલ્લા ના વાગરા ખાતે રહેતી અને દયાદરા હાયર સેકન્ડરી સ્કુલ માં અભ્યાસ કરતી પટેલ હજીમા એ ચાલુ વર્ષે માર્ચ-૨૦૧૬ માં લેવાયેલ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ ની પરીક્ષા માં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાત ના સર્વશ્રેષ્ઠ ૧ ટકા વિદ્યાર્થીઓ માં સ્થાન પ્રાપ્ત કરતા તેણી ની આ સફળતા બદલ ભારત સરકાર દ્વારા તેને વાર્ષિક 80,000 રૂપિયા ની શિષ્યવૃત્તિ એનાયત કરવામાં આવશે.પટેલ હજીમા એ મેળવેલ ઉપલબ્ધી થી ભરૂચ જીલ્લા વહોરા પટેલ સમાજ સહિત સમગ્ર મુસ્લિમ સમાજ માં આનંદ ની લાગણી પ્રસરી ગઈ છે.કારમી મોંઘવારી ના યુગ માં બાળકો ને શિક્ષણ અપાવવું મુશ્કેલ બની ગયું છે તેના લીધે કેટલાય વાલીઓ પોતાના બાળકો ને શિક્ષણ અપાવી શકતા નથી તેવા નાજુક સમય માં હજીમા પટેલ એ ઉચ્ચતમ ૯૭.૨૮ ટકા પર્સનટાઈલ રેન્ક પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાત ના સર્વ શ્રેષ્ઠ એક ટકા વિદ્યાર્થીઓ માં સ્થાન પ્રાપ્ત કરતા કેન્દ્ર સરકાર તરફ થી ભારત સરકાર ની હાયર એજ્યુકેશન કોમપોનન્ટ અંડર ઇન્સ્પાયર સ્કોલરશીપ પોલીસી અંતર્ગત મળતી ઉચ્ચ અભ્યાસ માટે ની વાર્ષિક 80,000 ની શિષ્યવૃત્તિ માટે ક્વોલીફાઈ થઇ ને અન્ય વિદ્યાર્થીનીઓ ને અથાગ પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી નો સંદેશ પાઠવ્યો છે.

29e45b40-a578-4410-bac1-d07b73071f0b

મુળ વાગરા તાલુકા ના સારણ ગામ ના વતની અને હાલ વાગરા નગર ના કુંભાર ફળિયા માં રહેતા મુસ્તાક પટેલ ની દીકરી હજીમા ઉચ્ચ અભ્યાસ કરી કેમિકલ એન્જીનીયર બનવા ની મહેચ્છા ધરાવે છે.કનેક્ટ ગુજરાત સાથે ની વાતચીત માં હજીમા એ જણાવ્યું હતું કે દીકરા-દીકરી માં ભેદભાવ રાખ્યા વિના બંને સંતાનો ને સમાન ગણી છોકરાઓ ની જેમ છોકરીઓ ને પણ શિક્ષણ ના ભાથા થી સજ્જ કરવી જોઈએ.લેખન,વાંચન અને અભ્યાસ નો શોખ ધરાવતી હજીમા પટેલે પોતાની સફળતા નો શ્રેય દયાદરા હાઈસ્કુલ ના અનુભવી શિક્ષકો નું ઉત્તમ માર્ગ દર્શન તેમજ માં-બાપ ના શ્રેષ્ઠ સહકાર ને આભારી હોવાનું જણાવ્યું હતું.તેણે વધુ માં ઉમેર્યું હતું કે રોજ નું કામ રોજ કરી દરરોજ ના ૪ થી ૬ કલાક ના નિયમિત વાંચન અને સખત પરિશ્રમ ને પરિણામે મારો સમગ્ર ગુજરાત ના સર્વ શ્રેષ્ઠ વન પર્સન્ટ વિદ્યાર્થીઓ માં સમાવેશ શક્ય બન્યો છે.

હજીમા ના પિતા મુસ્તાક પટેલ કાર ડ્રાઈવિંગ કરી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવે છે.જ્યારે માતા એ ધોરણ-૭ સુધી નું અભ્યાસ કરી ઘરકામ ની જવાબદારી સંભાળી રહ્યા છે.અત્યંત સામાન્ય પરિવાર માં થી આવતા મુસ્તાક પટેલ ધોરણ-૭ સુધીનું ભણતર મેળવી ત્રણ દીકરીઓ અને એક દીકરા ના અભ્યાસ માટે તનતોડ મહેનત કરી રહ્યા છે.

હજીમા પટેલ ના માતા નુરજહાબાનું એ કનેક્ટ ગુજરાત સાથેની વાતચીત મા કહ્યું હતું કે આજ ના આ કારમી મોંઘવારી ના સમય માં બાળકો ને ભણાવવા અત્યંત કપરું કાર્ય થઇ ગયું છે ત્યારે અમોએ દૈનિક ખર્ચ પર કાપ મુકી કરકસર થકી દીકરી ને વિજ્ઞાન પ્રવાહ માં અહિયા સુધી ભણાવી છે.વધુ માં દયાદરા હાઈસ્કુલ પરિવાર તેમજ સંચાલક મંડળ ના સાથ સહકાર થી મારી દીકરી આજે આ સફળતા મેળવી શકી છે. જે બદલ હું તેઓ ની ખુબ-ખુબ આભારી છું તેમ તેમણે જણાવ્યું હતું.

ભરૂચ જીલ્લા વહોરા પટેલ સમાજ ની દીકરી એ આગવી સિદ્ધિ પ્રાપ્ત કરતા સમગ્ર મુસ્લિમ વહોરા પટેલ સમાજ તેમજ દયાદરા હાઈસ્કુલ પરિવાર તથા શાળા સંચાલક મંડળ તરફ થી અભિનંદન પાઠવવા ની સાથે હજીમા ની જલવંત સફળતા ને બિરદાવવા માં આવી હતી.

Next Story