Connect Gujarat
સમાચાર

ભરૂચના માછીમારોએ માછીમારીનો પ્રારંભ કર્યો

ભરૂચના માછીમારોએ માછીમારીનો પ્રારંભ કર્યો
X

ભરૂચમાં વસતા માછીમારો દ્વારા દેવ પોઢી એકાદશીના રોજથી પાવન સલીલા માં નર્મદામાં દુગ્ધાભિષેક કરી માછીમારી ની સીઝનનો પ્રારંભ કર્યો હતો અને માછીમારીની આ સીઝન સારી જાય એવી પ્રાર્થના સાગરપુત્રો દ્વારા કરવામાં આવી હતી.

11

તાજેતર માં નર્મદા નદીમાં પાણી ઘટવાના પરિણામે દરિયાના પાણી નદીમાં ભળી ગયા હતા અને નદીના મીઠા પાણી ખારા થઈ જતા તેની અસર માછીમારી ના વ્યવસાય પર પડી હતી,ત્યારે

માં નર્મદા સૌ સારૂ કરશે તેવી મંગલ કામના સાથે ભાડભૂત ના માછીમારો એ દેવ પોઢી અગિયારસ ના પાવન અવસર પ્રસંગ થી માછીમારી ની શરૂઆત કરી છે.

12

દેવ પોઢી એકાદશી નિમિત્તે અત્યંત ધાર્મિક વાતાવરણમાં માછીમારોએ નર્મદા નદીમાં સવા મણ દુધનો અભિષેક કરી ભજન સત્સંગ સાથે પૂજન કર્યું હતું.ભરૂચના પૌરાણિક ભાડભૂત ખાતે નર્મદા નદીમાં આ વિશેષ પૂજન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં માછીમારો જોડાયા હતા.માછીમારો આજથી ચાર મહિના નર્મદા નદીમાં માછીમારી અર્થે જશે ત્યારે નર્મદા નદી તેઓની રક્ષા કરે એવી પ્રાર્થના પણ સાગરપુત્રો એ કરી હતી.

Next Story