Connect Gujarat
ગુજરાત

ભરૂચ : નેશનલ હાઇવે પર ચકકાજામ, સૈન્યના જવાનોને આવવું પડયું મેદાનમાં

ભરૂચ : નેશનલ હાઇવે પર ચકકાજામ, સૈન્યના જવાનોને આવવું પડયું મેદાનમાં
X

સામાન્ય રીતે સૈનિકો દેશની સરહદો

સાચવતાં હોય છે કે દુશ્મન દેશ કોઇ અડપલું ન કરી જાય પણ ગુરૂવારના રોજ ભરૂચમાં કઇક

અલગ જ દ્રશ્યો જોવા મળ્યાં હતાં. સૈનિકો ભરૂચના નેશનલ હાઇવે પર ટ્રાફિક નિયંત્રિત

કરતાં જોવા મળ્યાં હતાં.

ભરૂચના જુના સરદારબ્રિજને વાહનો માટે બંધ કરાયા બાદ તેના રીપેરીંગમાં દાખવવામાં આવી રહેલી આળસની અસર હવે ટ્રાફિકજામના સ્વરૂપે જોવા મળી રહી છે. ભરૂચના નવા સરદારબ્રિજ પર પડેલા ખાડાઓ પુરવામાં નહિ આવતાં વાહનો ધીમી ગતિએ પસાર થઇ રહયાં છે અને બ્રિજ પુરો થયા બાદ તરત જ ટોલ પ્લાઝા આવી જાય છે તેના કારણે વડોદરાથી સુરત તરફ જતી લેનમાં ટ્રાફિકજામ થઇ રહયો છે. ગુરૂવારે ઝાડેશ્વર ચોકડી પાસે થયેલા ચકકાજામમાં સૈન્યના વાહનો પણ ફસાઇ ગયાં હતાં. વડોદરા તરફથી આવી રહેલા હજારો વાહનોના પૈંડા થંભી ગયાં હતાં.

ટ્રાફિકજામ જોઇને સૈનિકો તરત જ એકશનમાં આવી ગયાં હતાં અને તેમણે ટ્રાફિક નિયંત્રણની જવાબદારી લઇ લીધી હતી. દેશના સીમાડાઓ સાચવતાં સૈનિકોને લોકોને વ્હારે આવેલાં જોઇ ટ્રાફિકમાં ફસાયેલા લોકોએ પણ ગર્વની લાગણી અનુભવી હતી. ટ્રાફિકજામના નિરાકરણ માટે ભલે સરકાર કે વહીવટીતંત્ર પગલાં ન ભરતું હોય પણ સૈનિકો તો વાહનચાલકોની વ્યથાને સમજી શકયા તેવો ભાવ તેમણે વ્યકત કર્યો હતો.

Next Story