Connect Gujarat
ગુજરાત

ભરૂચ: પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા કોંગ્રેસના 3 સભ્યો છ વર્ષ માટે સસ્પેન્ડ

ભરૂચ: પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા કોંગ્રેસના 3 સભ્યો છ વર્ષ માટે સસ્પેન્ડ
X

તાજેતરમાં જ યોજાયેલી ચૂંટણીમાં કરી હતી પક્ષ વિરોધી પ્રવૃત્તિ

ભરૂચમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 3 સભ્યોને કોંગ્રેસ દ્વારા 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

તાજેતરમાં જ ભરૂચ જિલ્લા અને તાલુકા પંચાયતોની અઢી વર્ષની મુદત માટે નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના કેટલાક સભ્યોએ બળવો કર્યો હતો.

જિલ્લા પંચાયત સભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર, ઉદેસંગ જાદવ અને વાગરા તાલુકા પંચાયતના સભ્ય તારા વસાવાને સસ્પેન્ડ કરાયા છે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

Next Story