Connect Gujarat
ગુજરાત

ભરૂચ પાંજરાપોળમાં સંગીતના મધુર સુરો થકી ગૌમાતાની સારવાર કરતા વાંસળી વાદક

ભરૂચ પાંજરાપોળમાં સંગીતના મધુર સુરો થકી ગૌમાતાની સારવાર કરતા વાંસળી વાદક
X

ભગવાન શ્રી કૃષ્ણ જયારે વાંસળી વગાડતા ત્યારે ગાયોના ટોળા તેમને ઘેરી વળતા હતા, સંગીત માત્ર મનોરંજન પુરતુ જ નથી પરંતુ માનસિક તણાવને પણ હળવો કરી નાખે છે, ત્યારે માત્ર મનુષ્ય જ નહિ પણ અબોલ જીવો માટે પણ સંગીત ઔષધિની ગરજ સારી શકે છે. અને એવુંજ કઈંક ભરૂચના પાંજરાપોળમાં જોવા મળી રહ્યુ છે.

ભરૂચના પાંજરાપોળ ખાતે તારીખ 6 થી 8 દરમિયાન વાંસળીના મધુર સુરના સથવારે પશુ સારવારનું ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યુ છે. જેમાં નડિયાદના રહેવાશી અને વાંસળી વાદક નરેશ ઠક્કર અને તેમનો પુત્ર કરણ ઠક્કર વાંસળી વગાડીને ગાયોની સેવા કરી રહ્યા છે. તેઓની વાંસળીમાંથી સંગીતના સુર પ્રસરતાની સાથે જ ગાયોનું ટોળુ તેમની આસપાસ ભેગુ થઇ જાય છે.

વાંસળી વાદક નરેશ ઠક્કરે કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે વાંસળીના વિવિધ રાગો છે, જેવા કે પહાડી, આશવરી, તોડી,ભૈરવી, આહીર ભૈરવ, ભૈરવ સહિતના રાગો થકી ગૌમાતાની તેઓ સેવા કરી રહ્યા છે, અને પાંજરાપોળની ગાયોના સ્વાસ્થ્યમાં સુધારાઓ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગાયોનું સ્વાસ્થ્ય સારુ રહેતા દુધ પણ સારુ આપતી હોવાનું તેઓ કહી રહ્યા છે.

વાંસળી વાદક પિતાપુત્ર ની જુગલ બંદીએ અત્યાર સુધીમાં 20000 જેટલી ગાયોની સેવા વાંસળી વગાડીને કરી છે.

ભરૂચના પાંજરાપોળ ખાતે ત્રિ દિવસીય આ પશુ સારવાર કેમ્પને પ્રત્યક્ષ નિહાળીને જાણવાનો માણવાનો લ્હાવો પણ ભરૂચવાસીઓ ઉઠાવી રહ્યા છે. અને આ નવતર અભિગમને તેઓ ઈશ્વરીય શક્તિ સમાન માની રહ્યા છે.

Next Story