Connect Gujarat
Featured

ભરૂચ : પાલિકા કચેરીમાં કોરોનાની દસ્તક, 3 કર્મી સંક્રમિત થતા કચેરીમાં 31મી સુધી લોકોની અવર જવર પર પ્રતિબંધ

ભરૂચ : પાલિકા કચેરીમાં કોરોનાની દસ્તક, 3 કર્મી સંક્રમિત થતા કચેરીમાં 31મી સુધી લોકોની અવર જવર પર પ્રતિબંધ
X

ભરૂચ નગરપાલિકાનાં કર્મચારીઓમાં પણ કોરોનાએ પગ પેસારો કર્યો છે. મળતી માહિતી મુજબ નગરપાલિકાનાં સમાજ કલ્યાણ અધિકારી અને અન્ય બે સફાઈ કામદારો કોરોના પોઝીટીવ હોવાનું જાણવા મળેલ છે.

આ અંગે વિગતે જોતાં ભરૂચ નગરપાલિકા ખાતે સમાજ કલ્યાણ અધિકારી કોરોના પોઝીટીવ હોવાનું જાણવા મળેલ છે. જયારે અન્ય બે સફાઈ કામદારોને પણ કોરોના પોઝીટીવ હોવાની બાબતો સપાટી પર આવી છે. ભરૂચ નગરપાલિકામાં રોજ ખૂબ મોટી સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય છે. ત્યારે આવા કોરોના પોઝીટીવ કર્મચારી માટે નગરપાલિકા ખાતે ન આવવું જોઈએ. જે લોકોનાં હિતમાં જરૂરી છે. તેમ છતાં સામાજિક જવાબદારી ભૂલીને આ કર્મચારી નગરપાલિકા ખાતે આવી રહ્યા છે. જે દુ:ખદ બાબત છે. તેમના ફરજ પર આવવાથી અન્ય લોકોને ચેપ લાગવાની સંભાવના નકારી શકાતી નથી.

Next Story