Connect Gujarat
ગુજરાત

ભરૂચ : "ભૃગુધરા કો કર દો હરા"ના સંકલ્પ સાથે હલદર ગામ ખાતે યોજાયું વૃક્ષારોપણ

ભરૂચ : ભૃગુધરા કો કર દો હરાના સંકલ્પ સાથે હલદર ગામ ખાતે યોજાયું વૃક્ષારોપણ
X

ભૃગુ ધરા કો કરદો હરા ના સંકલ્પ ને સાકાર કરવા સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ, સામાજિક વન વિભાગ ભરુચ, હલદર ગ્રામ પંચાયત, ગામના પ્રકૃતિ પ્રેમી યુવાનો તથા સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા હલદર ગામની આસપાસ રોડ રસ્તાઓ પર જાહેર જગ્યાઓ પર તથા શ્રી એલ.જે. વિદ્યાલય હલદર ખાતે ૩૦૦ થી વધુ વૃક્ષો ના રોપાઓની રોપણી કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું, જેમાં શ્રી એલ.જે. વિદ્યાલય હલદર ના પટાંગણમાં આયુર્વેદીક રોપાઓની પણ રોપણી સંસ્કૃતિ ટસ્ટૂના સભ્યો દ્વારા કરવામાં આવી હતી.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="105105,105106,105107,105108,105109,105110,105111"]

આ પ્રસંગે સંસ્થાના સભ્યો, ભરુચ સામાજિક વન વિભાગ ના રેન્જ ફોરેસ્ટ ઓફીસર શ્રી અરવિંદભાઇ પટેલ સાહેબ અને તેમનો સ્ટાફ, હલદર ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી મીનાબેન પટેલ, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ તથા ગામના ઉત્સાહી પ્રકૃતિ પ્રેમી યુવાનો,શ્રી એલ.જે. વિદ્યાલય હલદર ના શિક્ષકો, એન રિવાઇવ ગ્રુપના સભ્યો તથા વિવિધ સંસ્થાના પર્યાવરણ પ્રેમી તથા જાગૃત નાગરિકો એ હાજરી આપી હતી. આ વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન વધુને વધુ વૃક્ષો ભરૂચ જિલ્લાની શાળાઓ, જાહેર જગ્યાઓ, રોડ રસ્તાઓ, તળાવો તથા નદીના કિનારે વાવવામાં આવશે તે અંગે નો સંકલ્પ સંસ્થાના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ દ્વારા ઉપસ્થિત લોકો ને લેવડાવવામાં આવ્યો હતો સાથે વૃક્ષ નું જીવનમાં મહત્વ પણ સમજાવવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમ ને સફળ બનાવવા હલદર ગામના યુવાન અમિતભાઇ પટેલ, દેવાભાઇ પટેલ અને તેમની યુવાનો ની ટીમનું અમુલ્ય યોગદાન રહ્યુ હતુ.

Next Story