Connect Gujarat
Featured

ભરૂચ : મકાનો ખાલી નહિ કરો તો પાણીના જોડાણો કાપી નાંખીશું, જુઓ પાલિકાની નોટીસ બાદ કયાં મચ્યો હોબાળો

ભરૂચ : મકાનો ખાલી નહિ કરો તો પાણીના જોડાણો કાપી નાંખીશું, જુઓ પાલિકાની નોટીસ બાદ કયાં મચ્યો હોબાળો
X

ભરૂચની જુની મામલતદાર કચેરી સામે આવેલાં નર્મદા એપાર્ટમેન્ટ, રામનગર, એકતા નગર સહીતની સોસાયટીના 300થી વધુ મકાનધારકોને નળ જોડાણો કાપી નાખવાની પાલિકાએ નોટીસ આપતાં સ્થાનિક રહીશોએ રસ્તા પર ઉતરી આવી વિરોધ નોંધાવ્યો હતો.

ભરૂચની જુની મામલતદાર કચેરીની સામેના વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ તરફથી આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અંદાજે 45 વર્ષ પહેલા બનેલાં આવાસો હવે જર્જરીત બની ગયાં છે. નગરપાલિકાએ કરાવેલાં સર્વેમાં 300 જેટલા મકાનો ભયજનક જણાયાં હતાં. નગરપાલિકાએ થોડા દિવસો અગાઉ ભયજનક મકાનોમાં રહેતાં લોકોને નોટીસ આપી તેમના મકાનો ખાલી કરી દેવા જણાવ્યું હતું. પણ વૈકલ્પિક વ્યવસ્થા નહિ હોવાથી લોકોએ હજી તેમના મકાનો ખાલી કર્યા નથી. રહીશો આવાસો ખાલી કરતાં નહિ હોવાથી પાલિકાએ હવે તેમને નળ અને ગટરના જોડાણો કાપી નાખવામાં આવશે તેવી નોટીસ આપતાં લોકો વિફર્યા છે. રામનગર, એકતાનગર અને જીવનજયોત સહિતની સોસાયટીના રહીશોનું કહેવું છે કે, નર્મદા એપાર્ટમેન્ટના આવાસો જર્જરીત બની ગયાં છે ત્યાં અવારનવાર છત તુટવાના બનાવો બની રહયાં છે. અમારી સોસાયટીમાં કોઇ પણ ઇમારત જોખમી જણાશે તો અમે સ્વખર્ચે તેનું સમારકામ કરાવવા માટે તૈયાર છે તેથી પાલિકાએ અમોને આપેલી નોટીસ પરત ખેંચી લેવી જોઇએ…

Next Story