Connect Gujarat
ગુજરાત

ભરૂચ : મહારાષ્ટ્રમાંથી આવક ઘટી જતાં ડુંગળીના ભાવમાં ઉછાળો

ભરૂચ : મહારાષ્ટ્રમાંથી આવક ઘટી જતાં ડુંગળીના ભાવમાં ઉછાળો
X

ડુંગળીના આસમાને પહોંચેલા ભાવ સામાન્ય માણસને રડાવી રહ્યા છે. અગાઉ મેં મહિનામાં 11 રૂપિયા કિલોના ભાવે વેચાતી ડુંગળી હવે 100 રૂપિયે પણ જડતી નથી, ત્યારે ભોજનની થાળીમાંથી ડુંગળી ગાયબ થઇ રહી હોય તેમ જણાઈ આવે છે.

ચોમાસામાં અને ત્યાર

બાદ પણ વરસેલા કમોસમી વરસાદના કારણે મહારાષ્ટ્રના નાસિકમાં થતો ડુંગળીનો પાક નાશ

પામ્યો હતો. એક મહિના ઉપરાંતથી સપ્લાય બંધ થયો છે ત્યારે બજાર સૌરાષ્ટ્રના સ્થાનિક

પુરવઠા ઉપર નિર્ભર છે. હાલ તો ભરૂચમાં 2થી 3 લાખ જેટલી કિલો ડુંગળીની માંગ સામે

ડુંગળી ઉપલબ્ધ ન રહેતા ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. ગોડાઉનોમાં પડેલો

ડુંગળીનો પુરવઠો પણ પૂરો થઇ જતા, હવે સૌરાષ્ટ્રથી આવતી ડુંગળીના

જથ્થા પર મદાર રહે છે. ગત મેં માસથી નવેમ્બર માસ સુધીમાં ડુંગળીના ભાવમાં 6થી 7

ઘણો વધારો નોંધાયો છે, ત્યારે ડુંગળી સમારતી વખતે ઉડતો

રસ જ નહિ પણ આજના સમયની ડુંગળીના ભાવ પણ ગૃહિણીઓને રડાવી રહ્યો છે.

ડુંગળીની ખેતીના

નિષ્ણાંતો જણાવ્યા અનુસાર, આ વર્ષે મહારાષ્ટ્રમાં ભારે વરસાદ, પૂર અને માવઠાઓએ ખેતરોમાંથી પાકની ઉપજ મળવાની શક્યતા નહિવત બનાવી હતી. નવી

વાવણી બાદ ઉપજની શરૂઆત સુધી સૌરાષ્ટ્રમાંથી ડુંગળી મંગાવવામાં આવી રહી છે. હાલ તો ડુંગળીના ભાવ ઉતરવાના કોઈ અણસાર દેખાતા નથી. ડુંગળીના ભાવ રૂ. 80થી

100 થઈ ગયા છે, ત્યારે ભરૂચ જિલ્લો ડુંગળીની ઊંચી માંગ

ધરાવતા વિસ્તારો પૈકીનું એક છે, જ્યાં ડુંગળીની માંગ

સામે પુરવઠો ઓછો પહોંચતા રાજ્યમાં સૌથી મોંઘી ડુંગળી ભરૂચમાં વેચાઈ રહી છે.

Next Story