Connect Gujarat
દેશ

ભરૂચ માં કુદરતના સર્જન માં ખામી સાથે જન્મેલુ બાળક

ભરૂચ માં કુદરતના સર્જન માં ખામી સાથે જન્મેલુ બાળક
X

ભરૂચ સિવિલ હોસ્પિટલ માં એક મહિલાએ સ્વસ્થ બાળકને જન્મ તો આપ્યો પરંતુ પોતાના સંતાનના સર્જન માં કુદરતે થોડી ખામી રહેવા દેતા તબીબી વિજ્ઞાન માટે પણ આ ઘટના તપાસ નો વિષય બની ગઈ છે.

સૃષ્ટિ નું શ્રેષ્ઠ સર્જન જો કઈ હોય તો એ છે માનવીનો જન્મ,કે જેને દરેક રીતે સર્જનહારે ઘડયા બાદ માનવ જન્મ થતો હોય છે.પરંતુ ક્યારે કુદરત પણ રૂઠીને તેના સર્જન માં ખામી રાખતી હોય તેવો કિસ્સો ભરૂચ માં પ્રકાશમાં આવ્યો છે.સર્જનએક સગર્ભા સ્ત્રી ની પ્રસુતિ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી હતી.નવ મહિના સુધી પોતાની કૂખમાં સંતાનને પોતાના જીવ કરતા પણ વધુ કાળજી રાખીને પોષ્યા બાદ મહિલાએ એક સ્વસ્થ બાળકને જન્મ તો આપ્યો પરંતુ નાક અને બંને આંખ વિના જન્મેલું બાળક જોઈને તબીબો સહિત મહિલા ના પરિવારજનો આશ્ચર્ય માં મુકાય ગયા હતા.

તબીબી વિજ્ઞાન માટે પણ સંશોધન સમાન આ ઘટનામાં જન્મ લેનાર નવજાત બાળક સામાન્ય રીતે સ્વસ્થ છે પરંતુ નાક ન હોવાના કારણે તે શ્વાસ નથી લઇ શકતુ.અને બાળકની મોઢા ની મુખાકૃતિ માં નાક અને આંખ જ ન હોવાના કારણે તેનો દેખાવ પણ અલગ લાગી રહ્યો છે.જોકે હાલ આ બાળકને તબીબી સારવાર હેઠળ રાખવામાં આવ્યુ છે અને વિશિષ્ઠ ખામી સાથે જન્મ લેનાર બાળકનું હૃદય કેટલો સમય સુધી ધબકી શકશે તે કહેવુ પણ મુશ્કેલ હોવાનું તબીબો જણાવી રહ્યા છે.

Next Story