Connect Gujarat
ગુજરાત

ભરૂચ : માતરિયા તળાવ પટાંગણમાં યોજાઇ ત્રિ-દિવસીય યોગ ચિકિત્સા અને ધ્યાન શિબિર

ભરૂચ : માતરિયા તળાવ પટાંગણમાં યોજાઇ ત્રિ-દિવસીય યોગ ચિકિત્સા અને ધ્યાન શિબિર
X

મહિલા પતંજલી યોગ સમિતિ દ્વારા કરાયું નિશુક્લ આયોજન, મોટી સંખ્યામાં સાધકોએ ભાગ લીધો.

ભરૂચ માતરિયા તળાવ પટાંગણમાં નિશુક્લ ત્રિ-દિવસીય યોગ ચિકિત્સા અને ધ્યાન શિબિરનું આયોજન મહિલા પતંજલી યોગ સમિતિ ભરૂચ દ્વારા આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં સાધકોએ ભાગ લઈ શિબિર સાર્થક કરી હતી.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="88386,88387,88388,88389"]

સ્વામી રામદેવના શિષ્યા સાધ્વી દેવાદીતીના સાનિધ્યમાં યોજાયેલ આ યોગ ચિકિત્સા અને ધ્યાન શિબિરમાં યોગ દ્વારા મોટાપા, ડાયાબીટીસ, બ્લ્ડ પ્રેસર, હાર્ટની તકલીફ, થાયરોડ, માઇગ્રેન, પથરી, સાંધાના દુ:ખાવા, ચર્મ રોગ, સ્ત્રી રોગો, નિ:સંતાનત્વ, એલર્જી, દમ, એઇડ્સ્થી લઈને કેન્સર જેવા અસાધ્ય રોગોના નિવારણ માટે અને સમાધાન થવા અંગેના યોગ અને આસનો સાથે પ્રાણાયમ કરાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજય કાર્યકરણીના તનુજાબેન, સ્વાતિબેન તથા ભરૂચ જિલ્લા મહિલા પતંજલી યોગ પ્રભારી હેમાબેન પટેલ, સમાજ સેવીકા જશુબેન પરમાર, જે.સી.આઇના સોનલબેન શાહ, પ્રમુખ ઝુમનબેન તથા યોગ સમિતિ ભરૂચના પ્રકાશચંન્દ્ર પટેલ તથા મોટી સંખ્યામાં સાધકોએ ભાગ લીધો હતો.

Next Story