Connect Gujarat
ગુજરાત

ભરૂચ-મિપ્કો ચોકડી પાસે જી.આઇ.ડી.સીના જર્જરિત કવાટર્સના મકાનો તોડવા મુદ્દે સ્થાનિકોનો હોબાળો

ભરૂચ-મિપ્કો ચોકડી પાસે જી.આઇ.ડી.સીના જર્જરિત કવાટર્સના મકાનો તોડવા મુદ્દે સ્થાનિકોનો હોબાળો
X

ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ મિપ્કો ચોકડી વિસ્તારના જી.આઈ.ડી.સી કવાટર્સ ખાતે આવેલ જર્જરિત મકાનો તંત્ર દ્વારા જે તે સમયે સૂચનાઓ આપવામાં આવી હતી.

મકાનમાં વસવાટ કરતા કેટલાક રહીશોએ મકાનો ખાલી પણ કર્યા હતા અને નજીક માં અન્ય સ્થાને વસવાટ કરી રહ્યા છે. આજ રોજ જર્જરિત મકાનોને ઉતારી લેવા માટે જી.આઈ.ડી.સી તરફ થી કર્મચારીઓ સ્થળ ઉપર પહોંચતા ત્યાંના રહીશો વચ્ચે હોબાળો સર્જાયો હતો. અને રહીશોએ કર્મચારીઓને વૈકલ્પિક સુવિધા ઉભી કરી આપ્યા બાદ તોડવાની કામગીરી શરૂ કરો તે પ્રકારના સૂચનો કર્યા હતા.

કર્મચારીઓ અને સ્થાનિકો વચ્ચે જર્જરિત કવાટર્સ તોડવા મુદ્દે થયેલ હોબાળાના પગલે સી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. રહીશો અને જી.આઇ.ડી.સીના કર્મચારીઓ વચ્ચે વાતચીતનો રસ્તો નીકળતા મામલો શાંત પડ્યો હતો.

Next Story