Connect Gujarat
ગુજરાત

ભરૂચ-મુન્શી સ્પોર્ટસ એકેડેમીનો ક્રિકેટર પઠાણ બંધુઓની ઉપસ્થીતિમાં કરાયો પ્રારંભ

ભરૂચ-મુન્શી સ્પોર્ટસ એકેડેમીનો ક્રિકેટર પઠાણ બંધુઓની ઉપસ્થીતિમાં કરાયો પ્રારંભ
X

મુન્શી એકેડમીના ખેલાડીઓ બ્રિટીશ કલબ સાથે રમે તેવી સંભાવના

ટેલેંન્ટેડ ખેલાડીઓને યોગ્ય સાધન સુવિધા પ્રાપ્ત કરાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય

આજ રોજ ભરૂચ મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલીત મુન્શી સ્પોર્ટસ એકેડમીનો પ્રારંભ મુન્શી વિદ્યાધામ, દહેજ બાયપાસ રોડ ખાતે આંતર રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ક્રિકેટર યુસુફ પઠાણ અને ઇરફાન પઠાણ તેમજ ધારાસભ્ય દુષ્યંત પટેલની વિષેશ ઉપસ્થીતીમાં કરવામાં આવ્યો હતો.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="81406,81407,81408,81409,81410,81411,81412,81413,81414,81415"]

આ એકેડમી શરૂ કરવાનો મુખ્ય હેતુ ભરૂચ જિલ્લાના ખેલાડીઓને ઉભી થતી આર્થિક સંકળામણના કારણે ઘણી બધી તકલીફોનો સામનો કરતા ટેલેન્ટેડ ખેલાડીઓની તકલીફો દૂર કરી તેમના ટેલેન્ટને બહાર લાવવાનો અને ભરૂચના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકે તે છે.

આ પ્રસંગે કનેકટ ગુજરાત સાથેની વાચીત દરમિયાન ઇરફાન પઠાણે મહિલાઓ અંગે ટિપ્પણીના મામલામાં હાર્દિક પંડયા અને કે.એલ.રાહુલ પર પ્રતિબંધ મામલે નિવેદન આપતા જણાવ્યું કે, જે થયું સારું નથી થયું, મામલો વહેલામાં વહેલી તકે પૂર્ણ થવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે, મુન્શી સ્પોર્ટસ એકેડમીમાં તૈયાર થયેલા ટેલેન્ટેડ ખેલાડીઓ ભવિષ્યમાં વિશ્વ ખ્યાતી પ્રાપ્ત ટીમો સાથે રમે તેવી સંભાવનાને પણ નકારી શકાતી નથી.

Next Story