Connect Gujarat
Featured

ભરૂચ : રવિવારી બજારમાં ઉમટી પડી ભીડ, માસ્ક વિના કોરોનાના સંક્રમણનો ભય

ભરૂચ :  રવિવારી બજારમાં ઉમટી પડી ભીડ, માસ્ક વિના કોરોનાના સંક્રમણનો ભય
X

ભરૂચ સહિત રાજયમાં કોરોના વાયરસના કેસ વધી રહયાં છે ત્યારે હવે લોકો માસ્ક પહેરે તે એકદમ આવશ્યક છે પણ ભરૂચ શહેરમાં ભરાતાં રવિવારી બજારમાં અનેક લોકો માસ્ક પહેર્યા વિના જોવા મળ્યાં હતાં. માસ્ક વિના ફરતાં લોકો કોરોના વાયરસના સુપર સ્પ્રેડર બની શકે છે

તમારા સ્ક્રીન પર જે દ્રશ્યો તમે જોઇ રહયાં છો તે ભરૂચ શહેરના ચાર રસ્તા બજારમાં ભરાતાં રવિવારી બજારના છે. રવિવારી બજારમાં સસ્તા ભાવથી વસ્તુઓ મળતી હોવાથી શહેર ઉપરાંત ગામડાઓમાંથી લોકો ખરીદી માટે ઉમટી પડતાં હોય છે. હાલ કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે લોકો એકબીજાથી અંતર જાળવી રાખે તેમજ માસ્ક પહેરે તે આવશ્યક છે. પણ રવિવારી બજારમાં જે જોવા મળ્યું તેના કારણે કોરોના વાયરસનું સંક્રમણ વધે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી. કેટલાક જાગૃત ગ્રાહકો અને વેપારીઓ માસ્ક પહેરેલા જોવા મળ્યાં જયારે બેદરકાર લોકોને જાણે કોરોના વાયરસનો ભય ન હોય તેમ બિન્દાસ્ત ફરતાં જોવા મળ્યાં હતાં. માસ્ક પહેર્યા વિના ફરનારા લોકો કોરોના વાયરસના સુપર સ્પ્રેડર બની શકે છે. કોરોના વાયરસથી હવે આપણે જ પોતાની સલામતી રાખવી પડશે.

Next Story