Connect Gujarat
Featured

ભરૂચ : લોક ડાઉનના કારણે ઉદ્યોગો પણ થશે બંધ, શટ ડાઉન માટે મંગાયો સમય

ભરૂચ : લોક ડાઉનના કારણે ઉદ્યોગો પણ થશે બંધ, શટ ડાઉન માટે મંગાયો સમય
X

કોરોના

વાયરસના કારણે જાહેર થયેલાં લોકડાઉનના કારણે દહેજના ઉદ્યોગોને તેમનું ઉત્પાદન

સામુહિક ધોરણે બંધ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીઓને બંધ કરવા માટે જરૂરી કાર્યવાહી

માટે તંત્ર પાસે ચારથી પાંચ દિવસનો સમય માંગવામાં આવ્યાં છે.

દેશમાં લાગુ

કરાયેલા લોકડાઉન બાદ ફાર્માસ્યુટીકલ સિવાય અન્ય કંપનીઓને બંધ કરવા માટે સુચના

આપવામાં આવી છે. દહેજની કંપનીઓ શટડાઉન માટે તૈયાર છે પણ તેના માટે થોડો સમય લાગી

શકે તેમ છે. કર્મચારીઓને કંપની સુધી લાવવા તથા લઇ જવા માટે વાહનોની પરવાનગી મેળવવા

માટે ઉદ્યોગગૃહો તંત્રને રજુઆત કરી રહયાં છે. બુધવારના રોજ દહેજની કંપનીના

પ્રતિનિધિઓ કલેકટરને મળ્યાં હતાં અને કલેકટરે વાગરા મામલતદાર પાસે જરૂરી મંજુરી

લેવા માટે સુચના આપી હતી. દહેજ

ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રતિનિધિ એમ.બી. પટેલે જણાવ્યું હતું કે, કંપનીઓમાં શટડાઉન કરતાં પહેલા થોડો સમય

લાગતો હોય છે. આ કાર્યવાહીમાં ચારથી પાંચ દિવસનો સમય લાગી જતો હોય છે. જયારે

ઇન્ડોફિલ કમ્પનીના એચ.આર. વિભાગના ચીફ મેનેજર આશિષ દેસાઈએ નોટિફિકેશનમાં શટ ડાઉન

કરવા માણસોને રાખવા માટે ફેકટરી ઇસ્પેક્ટરનો અભિપ્રાય મેળવવાનો રહે છે. જિલ્લા

કલેકટરે ઘણી કમ્પનીઓને મંજૂરી આપી દીધી છે. હવે જે કમ્પનીઓ બાકી છે અને જેમણે અરજી

આપેલી છે તેમને વાગરા મામલતદાર પાસેથી મંજૂરી મેળવવી પડશે.

Next Story