Connect Gujarat
ગુજરાત

ભરૂચ : વાલિયા-નેત્રંગ ખાતે બિરસા મુંડાની 144મી જન્મ જયંતિ નિમિતે પ્રતિમાનું કરાયું અનાવરણ

ભરૂચ : વાલિયા-નેત્રંગ ખાતે બિરસા મુંડાની 144મી જન્મ જયંતિ નિમિતે પ્રતિમાનું કરાયું અનાવરણ
X

ભરૂચ

જિલ્લાના વાલિયા અને નેત્રંગ ખાતે બિરસા મુંડાની 144મી જન્મ

જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વાલિયા ખાતે બે અલગ અલગ સ્થળોએ બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

આદિવાસી

સમાજના જનનાયક એવા ક્રાંતિકારી બિરસા મુંડાની આજરોજ 144મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે યુથ

પાવર વાલિયા અને આદિવાસી સમાજના આગેવાનો દ્વારા ભવ્ય

ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ વાર વાલિયા ચાર રસ્તા

અને વાલિયા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજુ વસાવાના ફાર્મ હાઉસ ખાતે બિરસા

મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય

છોટુ વસાવાના હસ્તે દીપપ્રાગટ્ય અને પુષ્પાંજલિ અર્પણ કરી બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજના

આગેવાનોનું યુવાનોએ ફટાકડા ફોડી સ્વાગત કર્યું હતું.

પ્રસંગે ચંદેરીયા

ગામના વાઈટ હાઉસ ખાતે બીટીએસના પાંચમા સ્થપાના દિન અને બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે આદિવાસી ઓજારો તેમજ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનું લોકાર્પણ

કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા અને દિપક

વસાવા, કિશોર વસાવા, રાજુ વસાવા, રજની વસાવા તેમજ મોટી સંખ્યામાં સમાજના આગેવાનો સહીત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story