Connect Gujarat
ગુજરાત

ભરૂચ વિધાનસભાની પાંચ બેઠકો પર 45 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે

ભરૂચ વિધાનસભાની પાંચ  બેઠકો પર 45 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે
X

ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો પાછા ખેંચાયા બાદ જંબુસર, વાગરા, ઝઘડીયા, ભરૂચ અને અંકલેશ્વર વિધાનસભા મતદાર વિભાગની બેઠકો ઉપર 45 ઉમેદવારો વચ્‍ચે ચૂંટણી જંગ જામશે.

ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા 150 - જંબુસર વિધાનસભા મતદાર વિભાગમાં 3 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચતાં હવે 10 ઉમેદવારો વચ્‍ચે સ્‍પર્ધા થશે. જેમાં સ્‍પર્ધામાં રહેલા ઉમેદવારોમાં સોલંકી સંજયભાઇ જેસંગભાઇ - ઇન્‍ડિયન નેશનલ કોંગ્રેસ, મોરી છત્રસિંહજી પૂજાભાઇ - ભારતીય જનતા પાર્ટી, જાંબુ હિમાંશુ ઇશ્વરભાઇ - બહુજન સમાજ પાર્ટી, પ્રવિણભાઇ ચતુરભાઇ પરમાર - બહુજન મુક્‍તિ પાર્ટી, પરમાર નરેન્‍દ્રસિંહ જેસંગભાઇ - ઓલ ઇન્‍ડિયા હિન્‍દુસ્‍તાન કોંગ્રેસ પાર્ટી, સોલંકી મહેશભાઇ મગનભાઇ - રાષ્‍ટ્રીયવાદી કોંગ્રેસ પાર્ટી, પટેલ ભુપેન્‍દ્રભાઇ વિઠ્ઠલભાઇ - અપક્ષ, વાંસીયા ખુમાનસિંહ કેસરીસિંહ - અપક્ષ, પટેલ મુબારક અબદુલ્લાહ - અપક્ષ, આર્ય ઇન્‍દ્રવદ ભીમસિંહ - અપક્ષનો સમાવેશ થાય છે.

જ્યારે 151 - વાગરા વિધાનસભા મતદાર વિભાગની બેઠક પર 9 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચતા હવે 10 ઉમેદવારો વચ્‍ચે સ્‍પર્ધા થશે. જેમાં સ્‍પર્ધામાં રહેલા ઉમેદવારોમાં અરૂણસિંહ અરજીતસિંહ રણા - ભારતીય જનતા પાર્ટી, પટેલ સુલેમાનભાઇ મુસાભાઇ - ઇન્‍ડિયન નેશનલ કોંગ્રેસ, પઠાણ અલ્‍તાફખાન દાઉદખાન - ઓલ ઇન્‍ડિયા હિન્‍દુસ્‍તાન કોંગ્રેસ પાર્ટી, રાજેશભાઇ ધરમદાસ આર્ય - જનતાદળ યુનાઇટેડ, સોલંકી મહેન્‍દ્ર બાબુભાઇ - બહુજન મુક્‍તિ પાર્ટી, ઉગરાદાર જાવીદભાઇ યાકુબભાઇ - અપક્ષ, કીડીવાલા દિલાવર અબ્‍દુલ્લાહ - અપક્ષ અને ગુલામવલી સાબુવાલા - અપક્ષ, ગોહિલ ફતેસંગભાઇ રાયસંગભાઇ - અપક્ષ, ઘાસવાલા અસરફ જાવીદ મુસાભાઇ - અપક્ષનો સમાવેશ થાય છે.

152 - ઝઘડીયા વિધાનસભા મતદાર વિભાગની બેઠક પર એક ઉમેદવારે પોતાની ઉમેદવારી પાછી ખેંચતા હવે 3 ઉમેદવારો વચ્‍ચે સ્‍પર્ધા થશે. જેમાં સ્‍પર્ધામાં રહેલા ઉમેદવારોમાં વસાવા રવજીભાઇ ઇશ્વરભાઇ - ભારતીય જનતા પાર્ટી, વસાવા છોટુભાઇ અભેસંગભાઇ - જનતાદળ યુનાઇટેડ અને વસાવા છોટુભાઇ અમરસિંહ - ભારતીય ટ્રાયબલ પાર્ટીનો સમાવેશ થાય છે.

153 -ભરૂચ વિધાનસભા મતદાર વિભાગની બેઠક પર 8 ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચતા 10 ઉમેદવારો વચ્‍ચે સ્‍પર્ધા થશે. જેમાં સ્‍પર્ધામાં રહેલા ઉમેદવારોમાં પટેલ ઈમરાન ઉમરજીભાઇ - નેશનલ કોંગ્રેસ પાર્ટી, પટેલ જયેશભાઇ અંબાલાલ - ઇન્‍ડિયન નેશનલ કોંગ્રેસ, પટેલ દુષ્‍યંતભાઇ રજનીકાંત - ભારતીય જનતા પાર્ટી, હિતેષકુમાર હિરાલાલ પરમાર - બહુજન સમાજ પાર્ટી, ગોહિલ વિરલકુમાર નરેશભાઇ - શીવસેના, ગોહિલ હેમંતકુમાર જયરામભાઇ - બહુજન મુક્‍તિ પાર્ટી, દિપીકાબેન શૈલેષભાઇ પટેલ - ઓલ ઇન્‍ડિયા હિન્‍દુસ્‍તાન કોંગ્રેસ પાર્ટી, પરમાર સુરેશભાઇ હિરાભાઇ - લોકશાહી સત્તાપાર્ટી, પઠાણ ઈમરાનખાન હુસેનખાન - અપક્ષ અને સાવરીયા નર્મદાપુત્ર મહારાજ ગુરૂશ્રી નર્મદાજી - અપક્ષનો સમાવેશ થાય છે.

154 -અંકલેશ્વર વિધાનસભા મતદાર વિભાગની બેઠક પર બે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચતા હવે 12 ઉમેદવારો વચ્‍ચે સ્‍પર્ધા થશે. જેમાં સ્‍પર્ધામાં રહેલા ઉમેદવારોમાં અનિલકુમાર છીતુભાઇ ભગત - ઇન્‍ડિયન નેશનલ કોંગ્રેસ, ઇશ્વરસિંહ ઠાકોરભાઇ પટેલ - ભારતીય જનતાપાર્ટી, ચેતનભાઇ કાનજીભાઇ વસાવા - બહુજન સમાજ પાર્ટી, પટેલ બિપીનકુમાર ગોવિંદભાઇ - બહુજનમુક્‍તિ પાર્ટી, પ્રજાપતિ વિજેશકુમાર મણીલાલ - આપણી સરકાર પાર્ટી, રાજેશભાઇ મગનભાઇ બુટાણી - રાષ્‍ટ્રીય જનક્રાંતિ પાર્ટી, સંજયકુમાર સોમાભાઇ પ્રજાપતિ - ઓલ ઇન્‍ડિયા હિન્‍દુસ્‍તાન કોંગ્રેસ પાર્ટી, ક્ષેત્રપાલ દુર્ગાપ્રસાદ શર્મા - આમ આદમી પાર્ટી, અજયભાઇ ગોમાનભાઇ વસાવા - અપક્ષ, જયેન્‍દ્રસિંહ મહેન્‍દ્રસિંહજી ભરથાણીયા - અપક્ષ, મલેક સાબીર હુસેન હબીબભાઇ - અપક્ષ અને શેખ અલ્‍તાફહુસેન કાલુએહમદનો સમાવેશ થાય છે.

Next Story