Connect Gujarat
ગુજરાત

ભરૂચ: વૃદ્ધને બળજબરી રીક્ષામાં બેસાડી ત્રણ ગઠીયાઓએ કરી રૂા. 1.44 લાખની ચોરી

ભરૂચ: વૃદ્ધને બળજબરી રીક્ષામાં બેસાડી ત્રણ ગઠીયાઓએ કરી રૂા. 1.44 લાખની ચોરી
X

ભરૂચની ગુજરાત ગેસ કંપની પાસેથી ચાલતાં વૃદ્ધને બળજબરી કરી રીક્ષામાં બેસાડ્યાં બાદ મુસાફર તરીકે બેસેલાં ત્રણ ગઠિયાઓએ તેમના ખિસ્સામાંથી સોનાની ચેઇન ભરેલી ડબ્બી તેમજ રોકડા મળી કુલ 1.44 લાખની ચોરી કરી હોવાની ઘટના બનવા પામી હતી.

ઘટનામાં ભરૂચના નંદેલાવ રોડ પર આવેલી અમીધારા સોસાયટી ખાતે રહેતાં હરીશચંદ્ર

જગદિશવાલા તેમની સોનાની ચેઇન બંધન બેન્કના લોકરમાં મુકવા માટે તેમના ઘરેથી ચાલતાં

ચાલતાં શક્તિનાથ તરફ જઇ રહ્યાં હતાં. દરમિયાન ગુજરાત ગેસ કંપની પાસે એક રીક્ષા

ચાલકે તેમને તે ઓળખતો હોવાનું કહી તેમને બળજબરીથી રીક્ષામાં બેસાડ્યાં હતાં. આ

રીક્ષામાં પાછળ અન્ય ત્રણ મુસાફરો પણ બેઠાં હોઇ તે પૈકીનો એક મુસાફર આગળ ડ્રાઇવરની

બાજુમાં જતો રહ્યો હતો.

દરમિયાન રીક્ષા કલેક્ટર કચેરીના સર્કલ પાસે આવતાં આગળ પોલીસ ઊભી હશે તેમ કહી આગળ

બેસેલો મુસાફર પાછળ બેસવા આવી ગયો હતો. રીક્ષામાં ૪ મુસાફર થતા ગર્દીનો લાભ ઉઠાવી

ગઠિયાઓએ હરીશચંદ્રના ખિસ્સામાંથી રૂપિયા 1.40 લાખની મત્તાની સોનાની ચેઇન તેમજ 4 હજાર રોકડા મળી કુલ રૂપિયા1.44 લાખ સેરવી લઈ હરીશચંદ્રને બંધન

બેન્ક પાસે ઉતારી જતા રહ્યા હતાં.જે બાદ હરીશચંદ્રને ચોરીની જાણ થતાં તેમણે ભરૂચ એ

ડિવિઝન પોલીસ મથકે સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ સંદર્ભે ભરૂચ એ ડિવિઝન

પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Next Story