Connect Gujarat
શિક્ષણ

પોલીસ હેડ ક્વાટર્સ સ્થિત શાળા ખાતે પ્રવેશ અને ગુણોત્સવ યોજાયો

પોલીસ હેડ ક્વાટર્સ સ્થિત શાળા ખાતે પ્રવેશ અને ગુણોત્સવ યોજાયો
X

બાળકોને શાળા પ્રવેશની સાથે શૈક્ષણિક કીટનું વિતરણ પણ કરાયું

ભરૂચ શહેર નાં પોલીસ હેડ ક્વાર્ટસ ખાતેની શાળા નંબર-44 "બી" ગ્રેડ અને કુકરવાડા ખાતે ગરીબ શ્રમિક વિસ્તારમાં આવેલી શાળા નંબર 43 માં પ્રવેશ અને ગુણોત્સવ યોજાયો હતો.

આ પ્રસંગે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી છત્રસિંહ મોરી,ભરૂચ જીલ્લા પોલીસ વડા સંદિપ સિંગ,નગર શિક્ષણ સમિતિના સભ્ય જગદીશ પરમાર,નગર શિક્ષણ સમિતિના ચેરમેન ઐયુબ પટેલ,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસના અધિકારી અલ્પાબહેન ઠક્કર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કુકરવાડા ખાતે ગરીબ શ્રમિક વિસ્તારમાં આવેલી શાળા નંબર 43 જ્યાં શ્રમિક પરિવારોના બાળકો અભ્યાસ કરે છે.એ શાળા ને રાજ્ય સરકાર ના ગુણોત્સવ કાર્યક્રમ માં 6 એ 7 ગ્રેડ માં આવેલી છે,જે બદલ મંત્રી છત્રસિંહ મોરી એ શાળા નાં શિક્ષકો ને અભિનંદન પાઠવ્યા હતા.

વધુમાં મંત્રી છત્રસિંહ મોરી,ભરૂચ જીલ્લા પોલીસ વડા સંદિપ સિંગ,નગર શિક્ષણ સમિતિના સભ્ય જગદીશ પરમાર,નગર શિક્ષણ સમિતિના ચેરમેન ઐયુબ પટેલ,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસના અધિકારી અલ્પાબહેન ઠક્કર દ્વારા શાળા નાં બાળકો ને પુસ્તક,સ્કુલ બેગ સહિત ની શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Next Story