Connect Gujarat
ગુજરાત

ભરૂચ શહેરમાં ગમેતેમ પાર્ક કરાતા વાહન ચાલકો સામે પોલીસની તવાઈ

ભરૂચ શહેરમાં ગમેતેમ પાર્ક કરાતા વાહન ચાલકો સામે પોલીસની તવાઈ
X

નો પાર્કિંગ ઝોન માં પાર્ક કરેલ વાહનોને લોક મારી દંડ વસુલાયો.

ભરૂચ શહેર માં દિન પ્રતિદિન ટ્રાફિક ની સમસ્યા વકરતી જાય છે,જેની સામે આડેધડ પાર્ક કરવામાં આવતા વાહનો પણ જવાબદાર હોવાનું માનવામાં આવે છે.ત્યારે પોલીસ અચાનક એકશનમાં આવતા વાહન ચાલકો માં ફફડાટ વ્યાપી ગયો હતો.

parking 2

ભરૂચ શહેર માં નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલા વાહનો ને એ ડીવીઝન પોલીસે લોક મારી દીધા હતા.અને વાહન માલિકો પાસે થી દંડ વસુલ કર્યો હતો.પોલીસના શખ્તાય ભર્યા વલણ થી વાહન ધારકોમાં રીતસરની દોડધામ મચી ગઈ હતી.

ઉલ્લેખનીય છેકે શહેર માં ટ્રાફિક નું ભારણ વાહન ચાલકોની અનઆવડત અને ગમેતેમ પાર્ક કરતા વાહનો ના કારણે પણ સર્જાતી હોય છે અને પોલીસની આ કાર્યવાહી પણ સરાહનીય હોવાનું લોકો માની રહ્યા છે પરંતુ ઘણીખરી જગ્યાઓ માં તો પાર્કિંગ ની વ્યવસ્થાજ નથી હોતી ત્યારે તંત્ર પણ માળખાગત સુવિધામાં વાહન પાર્કિંગ ની સમસ્યાનું પણ નિરાકરણ માટે તેમાં ઉમેરો કરે તેવી લાગણી પણ લોકો વ્યક્ત કરી રહ્યા છે.

Next Story