Connect Gujarat
ગુજરાત

ભરૂચ શહેર અને જીલ્લામાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

ભરૂચ શહેર અને જીલ્લામાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી
X

ભરૂચ શહેર અને જીલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે સવારના સમયે મેઘરાજાની જમાવટ જોવા મળી હતી. વરસાદી ઝાપટાના કારણે ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરવા પામી હતી. નગરજનોએ ગરમીથી રાહત મેળવી વરસાદના પુન: આગમનને વધાવ્યો હતો.

ભરૂચ જીલ્લામાં વરસેલ વરસાદના તા.૯મીની સવારના ૬ કલાક સુધીના છેલ્લા ૨૪ કલાકના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો આમોદમાં ૨૨મી.મી.,અંકલેશ્વરમાં ૧ મી.મી.ભરૂચમાં ૭ મી.મી.હાંસોટમાં ૨ મી.મી વરસાદ વરસવા સાથે કુલ જિલ્લાનો કુલ વરસાદ ૧૨મી.મી. નોંધાવા પામ્યો હતો.જયારે જંબુસર, નેત્રંગ, વાગરા, વાલિયા અને ઝઘડીયામાં ૦ મી.મિ. વરસાદ નોંધાયો હતો.

Next Story