Connect Gujarat
ગુજરાત

ભરૂચ શહેર કોંગ્રેસમાં પડ્યું ગાબડું પ્રમુખ બળવતસિંહ પરમારે આપ્યુ રાજીનામું

ભરૂચ શહેર કોંગ્રેસમાં પડ્યું ગાબડું પ્રમુખ બળવતસિંહ પરમારે આપ્યુ રાજીનામું
X

ગુજરાત લોકસભાની તૈયારીના ભાગ રૂપે જ્યારે એક બાજુ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી તનતોડ મહેનત કરી રહ્યા છે, ત્યાં ભરૂચ જિલ્લામાં ચૂંટણી પહેલાં જ રાજીનામાં નો દોર શરૂ થઈ ગયો છે.

હાલમાં તો, ભરૂચ શહેર અને જિલ્લા કોંગ્રેસમાં ચાલતો આંતરિક વિખવાદ પક્ષની બચેલી શાખને પણ દાવ પર લગાવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ બળવંતસિંહ પરમારે આજે અચાનક જ તેમના પદ ઉપરથી રાજીનામું આપી દેતા હવે કોણ પ્રમુખ બનશે જેવી અનેક અટકળો ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણી વખતે રાહુલ ગાંધીની ભરૂચ જિલ્લામાંના રોડ શોને સફળ બનાવા માટે તન તોડ મહેનત કરી સફળ આજ બળવંતસિંહે બનાવી હતી. ત્યારે પ્રમુખ પદ ઉપરથી અચાનક આપેલ રાજીનામાંથી કોંગ્રેસને શું ફરક પડશે, એ તો આવનારો સમય જ બતાવશે.હાલમાં તો પ્રમુખનારાજીનામાં ના પગલે કોંગ્રેસમાં આ પદ કોને મળશે ? કોણ પદ મેળવશે તેની દોડ શરૂ થઈ ગઈ છે.

Next Story