Connect Gujarat
ગુજરાત

ભરૂચ શ્રી હરસિધ્ધ કો.ઓ.ક્રે.સો.લી.ની ૧૮ મી સામાન્ય સભા યોજાઇ

ભરૂચ શ્રી હરસિધ્ધ કો.ઓ.ક્રે.સો.લી.ની ૧૮ મી સામાન્ય સભા યોજાઇ
X

આજના યુગમાં માનવીને બચત અને ધિરાણ અંગે સાચા માર્ગદર્શનની જરૂર છે.

શ્રી હરસિધ્ધ કો.ઓ.ક્રે.સો.લી. ની તા.૧૬/૬/૨૦૧૮ ના રોજ ૧૮ મી સામાન્ય સભા યોજાઇ હતી. રાજપૂત છાત્રાલય ખાતે યોજાયેલ સામાન્ય સભાની શરૂઆત દીપ પ્રાગટય થી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રસિધ્ધ લોક ગાયક અભેસિંહ બાપુએ જણાવ્યું હતું કે આજના યુગમાં માનવીને બચત અને ધિરાણ અંગે સાચા માર્ગદર્શનની જરૂર છે. જે માર્ગદર્શન સંસ્થાના ચેરમેન ખુમાનસિંહ વાંસિઆ વ્યાપક રૂપે આપી રહ્યા છે.તેમને એમ પણ જણાવ્યું કે આ સંસ્થાનો અનેરો સફળ ઇતિહાસ છે. આ સંસ્થા સફળતાના સોપાનો સર કરી રહી છે ત્યારે આવનારા દિવસોમાં પણ મહિલાઓ સહિત તમામને ફળદાયી નીવડશે.

જયારે સંસ્થાના પ્રમુખ ખુમાનસિંહ વાંસિઆએ જણાવ્યું હતું કે શરૂઆતથી જ ગરીબ અને શ્રમજીવી વર્ગના લોક માટે કંઇક કરવાની ઇચ્છા અને તે સાથે લોકોના દર્દમાં હમદર્દ બનવાની ઉત્કટ ઇચ્છા ના પગલે આ સંસ્થાનો જન્મ થયો છે. સ્થાપનાના ૧૮ વર્ષ વિતી ગયા છે ત્યારે સંસ્થાનું શેર ભંડોળ ૧૧,૪૭,૪૨૫/- છે, સંસ્થાનું કુલ બાકી ધિરાણ ૨,૦૧,૮૮,૯૨૫/- છે જેમાં સખી મંડળોને આપેલ ધિરાણ ૫૯,૫૦,૫૯૫/-છે. સંસ્થાની સખી મંડળની બહેનોને આપેલ સી.એન.જી.રીક્ષાનું ધિરાણ ૩૬,૬૭,૨૪૦/- છે.સંસ્થાની સખી મંડળની રીકવરી ૯૬ થી ૯૮ % જેટલી છે.સંસ્થાનું એન.પી.એ. લગભગ લગભગ નહીંવત છે. સખી મંડળોની બહેનોની બચત ૨૦૦૬ થી ૨૦૧૮ સુધી ૪૪,૭૩,૪૯૪/- છે.

આ પ્રસંગે સખી મંડળના ૧૫૦ જેટલા સભ્યોનો સેમીનાર યોજાયો હતો જેમાં જંબુસરના મહિલા કાર્યકર ચંદ્ગિકાબેન મકવાણા તેમજ ભરૂચના હેમરાજભાઇ પટેલે બચત અને તેનું મહત્વ તેમજ સખી મંડળમાં જોડાવાથી મહિલાઓમાં આવેલા બદલાવ ની માહિતી આપી હતી. આ પ્રસંગે બચત અને ધિરાણ નું મહત્રવ સમજાવતું શેરી નાટક કંજુસાઇ નહીં પણ કરકસર સફળતા પૂર્વક ભજવાયું હતું.કાર્યક્રમ નું સંચાલન હેમરાજભાઇ પટેલે કર્યુ હતું જયારે આભારવિધી સંસ્થાના મેનેજર બાલુભાઇ રાવલે કરી હતી. આ પ્રસંગે સંસ્થાના ઉપપ્રમુખ પરસોત્તમભાઇ પટેલ,મેનેજીંગ ડીરેકટર ધર્મેન્દ્ગભાઇ શાહ,એકઝીકયુટીવ ડીરેકટર ડી.બી.સીંગ,ડીરેકટર મારૂતિસિંહ અટોદરીયા, અલ્પાબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story