Connect Gujarat
ગુજરાત

ભરૂચ સબ જેલમાંથી કેદીઓ પાસેથી પાંચ મોબાઈલ ફોન મળી આવતા જેલ સત્તાધીશો ચોંકી ઉઠયા

ભરૂચ સબ જેલમાંથી કેદીઓ પાસેથી પાંચ મોબાઈલ ફોન મળી આવતા જેલ સત્તાધીશો ચોંકી ઉઠયા
X

ભરૂચ સબ જેલમાંથી કેદીઓ દ્વારા અંગત રૂપે સંતાડીને રાખેલા પાંચ મોબાઈલ ફોન અને સિમ કાર્ડ મળી આવતા ચકચાર મચી હતી.

ભરૂચ સબ જેલમાં કેદીઓ દ્વારા છુપી રીતે મોબાઈલ ફોન રાખીને તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવા અંગેની માહિતી જેલ અધિકારીઓ તેમજ બી ડિવિઝન પોલીસને મળતા પોલીસે સબ જેલમાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ.

પોલીસની કાર્યવાહીમાં ચાર વર્ષથી લૂંટના ગુનામાં સજા ભોગવતો આરોપી સાજીદ હુસેન, તેમજ હાંસોટ કોમી રમખાણનો આરોપી મેહબૂબ ઉર્ફે બપોરીયા ગુલામ હુસેન તથા વિરપાલ ઉર્ફે જેશી ચાવડા પાસે થી પોલીસને મોબાઈલ ફોન તેમજ સીમકાર્ડ મળી આવ્યા હતા. જ્યારે પોલીસની વધુ તપાસમાં જનરલ ટોયલેટ તેમજ વાસણના જથ્થામાંથી પણ મોબાઈલ ફોન મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ આ સબ જેલમાં પ્રતિબંધ મોબાઈલ ફોન કેદી સુધી કઈ રીતે પહોંચ્યા તે અંગે ની તપાસ પણ પોલીસ કરી રહી છે.

Next Story