Connect Gujarat
ગુજરાત

ભરૂચ સીતપોણની બસ માંથી બે વિદ્યાર્થીઓ રોડ પર પટકાતા ઘાયલ

ભરૂચ સીતપોણની બસ માંથી બે વિદ્યાર્થીઓ રોડ પર પટકાતા ઘાયલ
X

ભરૂચ તાલુકાનાં સીતપોણ ગામની હાઈસ્કૂલમાં અભ્યાસ અર્થે જતા બે વિદ્યાર્થીઓ બસ માંથી પડી જતા ઈજાગ્રસ્ત થયા હતા.

જાણવા મળ્યા મુજબ સીતપોણની મૌલાના આઝાદ મેમોરિયલ હાઈસ્કૂલમાં અભ્યાસ અર્થે બસમાં મુસાફરી કરીને જતા મનસુરી આદિલ ગફુર અને વસાવા દેવેન્દ્ર જીતેન્દ્ર બંને રહે પગુથણનાં ઓ અચાનક બસનો દરવાજો ખુલી જતા ચાલુ બસ માંથી રોડ પર પટકાયા હતા.

સર્જાયેલા અકસ્માતમાં બંને ને ઈજાઓ પહોંચી હતી, અને સારવાર અર્થે આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવામાં આવ્યા હતા.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બસ મુસાફરો થી ખીચોખીચ ભરેલી હતી, જેના કારણે આ ઘટના સર્જાય હોવાનું કહેવામાં આવી રહયુ છે.

Next Story