Connect Gujarat
ગુજરાત

ભરૂચ સ્ટેશન રોડ પર કારનો કાચ તોડી ૪૬ હજારની કરાઇ ઉઠાંતરી

ભરૂચ સ્ટેશન રોડ પર કારનો કાચ તોડી ૪૬ હજારની કરાઇ ઉઠાંતરી
X

ભરૂચ સ્ટેશન રોડ પર આવેલ ઈન્ડિયન બેંક સામે પાર્ક કરેલી હુન્ડાઈ કાર માંથી ૪૬૦૦૦ હજાર રૂપિયાની રોકડ કોઈ અજાણ્યા બાઈક ચાલકો દ્વારા ઉઠાંતરી કરાઇ હોવાની ઘટના સામે આવી છે.

વિસનગર મહેસાણા ખાતે ડોક્ટરી ક્ષેત્રે અભ્યાસ કરતા કિશનભાઇ પટેલ જેઓ પોતાની હુન્ડાઈ કાર નંબર જીજે-૧૬ સી.બી ૨૯૦૪ લઈને સ્ટેશન રોડ ખાતે આવેલ ઈન્ડિયન બેંકમાં પોતાની ફી ની રકમ જમા કરાવવા માટે આજરોજ બપોરના સમયગાળામાં બેંકમાં આવ્યા હતા.કુલ રૂપિયા ૭૬૦૦૦ હજારની રોકડ લઈને આવેલ કિશનભાઇ પ્રથમ ઇન્ડિયન બેંકમાં ૩૦,૦૦૦ હજાર રોકડા જમા કરાવ્યા બાદ રૂપિયા ૪૬,૦૦૦ તેઓ કોટક બેંકમાં જમા કરાવવા જઈ રહ્યા હતા.

ત્યારબાદ તેઓને પોતાની પાસબુકમાં એન્ટ્રી પડાવવાની હોય તેઓ પોતાની રોકડ રકમ રૂપિયા ૪૬૦૦૦ હજાર પોતાની કારના ડેસ્કમાં જ મૂકી પાસબુકમાં એન્ટ્રી પડાવવા બેંકમાં ગયા હતા. દરમિયાન આ સમયનો લાભ લઇ કોઈ અજાણ્યા બાઇક સવારોએ આવી તેમની કારનો કાચ તોડી કારની ડેસ્કમાં મુકેલ રોકડા રૂપિયા ૪૬૦૦૦ હજારની ઉઠાંતરી કરી ભાગી છૂટ્યા હતા.આ ઘટનાના પગલે એ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી આજુબાજુમાં લાગેલ સીસીટીવીના ફૂટેજ મેળવી કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ હાલમાં આ બાબતની કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.

Next Story