Connect Gujarat
ગુજરાત

ભરૂચ : KJ ચોક્સી પબ્લિક લાયબ્રેરીમાં યોજાયો સપ્તરંગી મહેફિલનો જલસો

ભરૂચ : KJ ચોક્સી પબ્લિક લાયબ્રેરીમાં યોજાયો સપ્તરંગી મહેફિલનો જલસો
X

શનિવારની સાંજે ભરૂચમાં સપ્તરંગી મહેફિલનો જલસો કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરીમાં યોજાયો હતો. તમે પણ આવજો તમારી ઉપસ્થિતિ વાવજો એવા અદ્ભૂત નિમંત્રણને માન આપી ભરૂચના સાહિત્ય પ્રેમીઓ આ સપ્તરંગી મહેફિલને માણવા આવી પહોંચ્યા હતા. સુરત, વડોદરા અને ભરૂચના કવિઓના ત્રિવેણી સંગમે સપ્તરંગી મ્હેફિલના સાત રંગોમાં ઉમળકાનો આઠમો રંગ ઉમેરી મહેફિલને સજાવી દીધી હતી.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="73230,73231,73232,73233"]

પ્રસ્તુત મહેફિલ તારીખ ૧૭/૧૧/૨૦૧૮ના રોજ સાંજે ૬.૩૦ કલાકે યોજાઇ હતી જેમાં કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરી અને મહેફિલના સંયુક્ત ઉપક્રમે સાહિત્ય સરિતા મુંબઈ અને પરિવર્તન પુસ્તકાલય કાંદિવલી, Meet India ફાઉન્ડેશનના, જૈન સોશિયલ ગ્રૂપ ભરૂચ અને RCC ભરૂચના સાહિત્યસ્નેહ સહયોગ રહ્યો હતો. સુરતથી કવિ પ્રશાંત સોમાણી , જાણીતી કવિયત્રી યામિની વ્યાસ ,વડોદરાથી રિનલ પટેલ અને ભરૂચના જાણીતા ગાયક દેવેશ દવે , કવિ હેમાંગ જોષી અને ચોક્સી લાયબ્રેરીના ગ્રંથપાલ તથા કવિ નરેન કે સોનાર દ્વારા ઉત્તમ રચનાઓનું પઠન શ્રોતાઓ સમક્ષ કરવામાં આવ્યું હતું. મહેફિલના સાન્નિધ્ય હેઠળ ભરૂચ ખાતે આ બીજો કાર્યક્ર્મ યોજવામાં આવ્યો હતો.

દેવેશભાઈ દવે કે જેઓને હાલમાં જે ગુજરાત દિવસના રોજ મુખ્ય મંત્રી દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા તેઓ આ સમસ્ત કાર્યક્ર્મના નાયક હતા અને તેઓએ તરન્નુમમા કવિ ગૌરાંગ ઠાકરની રચનાઓને રજૂ કરી મહેફિલને યાદગાર બનાવી દીધી હતી. તો સુરતથી પધારેલ કવિયત્રી યામિની વ્યાસે સીતાના પાત્રમાં કૃતિ રજૂ કરી સૌને મંત્ર મુગ્ધ કરી દીધા હતા. આ સંપૂર્ણ કાર્યક્ર્મનું સંચાલન મયૂરીકાબેન બેન્કરે કર્યું હતું.

Next Story