Connect Gujarat
Featured

ભરૂચ : PM મોદીના જન્મદિવસની કરાઇ ઉજવણી, ભારતીય જનતા યુવા મોરચા દ્વ્રારા રક્તદાન શિબિરનું આયોજન

ભરૂચ : PM મોદીના જન્મદિવસની કરાઇ ઉજવણી, ભારતીય જનતા યુવા મોરચા દ્વ્રારા રક્તદાન શિબિરનું આયોજન
X

વડનગર ખાતે તા. 17મી સપ્ટેમ્બર, 1950ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ થયો હતો અને આજે 17મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 70માં વર્ષમાં પ્રવેશ કર્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભારતીય જનતા યુવા મોરચા દ્વ્રારા ભરૂચ તેમજ અંકલેશ્વર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70માં જન્મદિવસ પ્રસંગે દેશ સહિત રાજ્યભરમાં અનેક કાર્યક્રમો યોજાયા હતા, આજના દિવસે લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી, ત્યારે ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ જ્યોતિનગર-2 સ્થિત જ્વાલેશ્વર મંદિર ખાતે ભરૂચ જીલ્લા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં યુવા આગેવાનોએ રક્તદાન કર્યું હતું.

અંકલેશ્વર શહેરના GIDC વિસ્તારમાં આવેલ કુમારપાળ ગાંધી બ્લડ બેન્ક ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70માં જન્મદિવસ નિમિત્તે અંકલેશ્વર-હાંસોટ વિધાનસભાના ભારતીય જનતા યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય જનતા યુવા મોરચાના યુવા કાર્યકર્તાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story