Connect Gujarat
ગુજરાત

ભરૂચ SC સમાજના લોકોનું તટસ્થ પોલીસ તપાસની માંગ સાથે કલેકટરને આવેદન

ભરૂચ SC સમાજના લોકોનું તટસ્થ પોલીસ તપાસની માંગ સાથે કલેકટરને આવેદન
X

ટુંડજના સરપંચ ઉપર થયેલ હિંસક હુમલો તથા રાજેશ ગોહિલના શંકાસ્પદ મૃત્યુમાં તટસ્થ પોલીસ તપાસની માંગ ઉઠાવી

ભરૂચમાં એસ.સી. સમાજના લોકોએ ટુંડજ ગામના દલિત પરિવાર ઉપર સરપંચ દ્વારા થયેલ હિંસક હુમલો તથા નવી વસાહતના આશાસ્પદ યુવાન રાજેશ ગોહિલના શંકાસ્પદ મૃત્યુ કેસમાં તટસ્થ પોલીસ તપાસની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતું.

થોડા સમય પહેલાં જ ભરૂચની નવી વસાહતમાં રહેતા રાજેશ છગનભાઇ ગોહિલની શંકાસ્પદ હાલતમાં લાશ નંદેલાવ ગામના પેરેડાઇઝ એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી મળી આવી હતી. શંકાસ્પદ મૃત્યુના કેસમાં રાજેશ ગોહિલના પરીવારજનોએ હત્યા કરાઇ હોવાની આશંકા વ્યકત કરી હતી.જયારે અન્ય એક બનાવમાં જંબુસર તાલુકાના ટુંડજ ગામે રહેતા ડાહયાભાઇ પરસોતમભાઇ વાઘેલાના પરિવાર ઉપર સરપંચ અને તેના મળતિયાઓ દ્વારા હિંસક હુમલો કરવાની ઘટના બની હતી આ બંને ઘટનાઓમાં પોલીસ દ્વારા તટસ્થ રીતે ઝડપથી તપાસ કરી ગુનેગારોની ધરપકડ કરવામાં આવે તેવી માંગ સાથે એસ.સી. સમાજના આગેવાનોએ જિલ્લા કલેકટર અને ડી.એસ.પી.ને આવેદન આપ્યું હતું.

Next Story