Connect Gujarat
દેશ

ભાઈજાનનો 50હજારના જાત મુચરકાના જામિન પર થયો છુટકારો, કોર્ટની પરવાનગી વગર દેશ નહી છોડી શકે

ભાઈજાનનો 50હજારના જાત મુચરકાના જામિન પર થયો છુટકારો, કોર્ટની પરવાનગી વગર દેશ નહી છોડી શકે
X

સલમાન ખાનની જામિન અંગેની સુનવણી શુક્રવારના રોજ કરવામા આવી હતી. જો કે ત્યારબાદ વધુ સુનવણી અાજ રોજ કરવામા આવી હતી. ત્યારે કોર્ટ દ્વારા જણાવવામા આવ્યુ હતુ કે સલમાન ખાનની જામિન અંગેનો નિર્ણય બપોરના 3 વાગ્યે સંભળાવવામા આવશે. ત્યારે જજ રવિન્દ્ર જોશી દ્વારા સલમાનની જામિન અરજી મંજુર કરવામા આવી હતી. સલમાન ખાનને ફરમાવવામા આવેલ સજા સેકશન 389 અંતર્ગત સ્થગીત કરવામા આવી છે. તો સાથો સાથ તેને રૂ.50 હજારના જાત મુચરકા જામિન પર તેનો છુટકારો થયો છે.

ગુરૂવારના રોજ પાંચ વર્ષની સજા ફટકારવામા આવી હતી.

ગુરૂવારના રોજ સલમાન ખાનને દુલર્ભ પ્રજાતિના બે કાળિયારના શિકાર બદલ પાંચ વર્ષની સજા ફટકારવામા આવી હતી. જ્યારે જોધપુર કોર્ટે સૈફ અલી ખાન, તબ્બુ, નીલમ,અને સોનાલી બેન્દ્રેને મુક્ત કર્યા હતા.

ગત રાત્રે 87 જજોની કરવામા આવી હતી બદલી

જોધપુર કોર્ટ દ્વારા ગુરૂવારના રોજ 20 વર્ષ જુના કાળિયાર શિકાર મામલે 5 વર્ષની સજા ફટકારી હતી. ત્યાર બાદ સલમાન ખાન દ્વારા જામિન અરજી તેના વકિલો દ્વારા મુકવામા આવી હતી. જે બાદ જામિન અંગે શુક્રવારના રોજ બંને પક્ષકારોને જજ રવિન્દ્ર જોશી એ સાંભળ્યા હતા. તો ત્યારબાદ વધુ સુનવણી શનિવાર ના રોજ એટલે કે આજ રોજ રાખવામા આવી હતી. જો કે તે પહેલા જ રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા 87 જજોની બદલી કરવામા આવી હતી.

શુક્રવારના રોજ જામિન અરજી અંગે થઈ હતી સુનવણી

સલમાન ખાનના વકિલ દ્વારા 51 પાનાની જામિન અરજી મુકવામા આવી હતી. જેમા ક્યા ક્યા કારણોસર સલમાન ખાન જામિન મેળવવા માટે હકદાર બને છે તેના કારણો મુકવામા આવ્યા હતા.

ગુરૂવારથી સલમાન ખાન જેલમા છે

જોધપુર કોર્ટ દ્વારા સલમાનને 20 વર્ષ જુના કાળિયાર શિકાર મામલે 5 વર્ષની સજા ફટકારવામા આવતા તેને જેલ હવાલે કરવામા આવ્યો હતો. ત્યારે ગુરૂવારની રાત, શુક્રવારનો દિવસ અને રાત તેમજ આજ મોડી સાંજ સુધી સલમાનને જેલમા રહેવુ પડશે તેવુ તેમના વકિલ દ્વારા જણાવવામા આવ્યુ હતુ. કારણકે કોર્ટ પ્રોસીજર મુજબ કોર્ટ દ્વારા સલમાન ખાનને આપવામા આવેલ જામિનનો ઓર્ડર 4.30 કલાક સુધીમા મળશે ત્યારબાદ તે ઓર્ડર લઈ વકિલો જોધપુર સેન્ટ્ર્લ જેલ ખાતે જશે જ્યાલ સલમાન ખાનને મળેલ જામિન ના ઓર્ડર સબમિટ કરવામા આવશે ત્યારબાદ સલમાન ખાનનો છુટકારો થશે

કોર્ટની પરવાનગી વગર દેશ નહી છોડી શકે સલમાન

સલમાનને કોર્ટે જામીન આપતા જણાવ્યુ હતુ કે તે કોર્ટની પરવાનગી વગર દેશ છોડીને જઈ શકશે નહી. તેમજ કોર્ટે આ કેસમાં આગળની સુનાવણીની તારીખ 7 મે રાખી છે.

સલમાન ખાનના ફેન્સમા છવાઈ ખુશીની લહેર

સલમાન ખાનને જામીન મળતાની સાથે તેના ફેન્સમાં ખુશીની લહેર છવાઇ ગઇ હતી. તો સાથો સાથ સલમાનના ફેન્સ દ્વારા જોધપુર કોર્ટની બહાર ફટાકડા ફોડીને ઉજવણી કરવામા આવી હતી. તો સાથો સાથ તેના પરિવારમાં પણ ખુશીની લાગણી છવાઇ છે.

બિષ્નોઈ સમાજ કરશે હાઈકોર્ટમા અપીલ

કાળીયાર શિકાર મામલે નીચલી કોર્ટે સલમાનને જામીન પર મુક્ત કરતા પત્રકારો સાથેની વાતચીતમા બિષ્નોઈ સમાજે જણાવ્યુ હતુ કે તેઓ હાઈકોર્ટમા આ મામલે અપીલ કરશે

Next Story