Connect Gujarat
ગુજરાત

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહપરિવાર પહોંચ્યા સોમનાથ 

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહપરિવાર પહોંચ્યા સોમનાથ 
X

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત તેમની પત્ની,પુત્ર પુત્રવધુ અને પૌત્ર સાથે સોમનાથ પધાર્યા છે .સાથે સોમનાથ ખાતે રાત્રી રોકાણ કરવાના છે,અમિત શાહ સૌરાષ્ટ્ર ભાજપના કાર્યકરોના આગેવાનો સાથે બેઠક પણ કરશે.

આવતીકાલના રોજ સવારે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પણ સોમનાથ આવશે,અમિત શાહ આવતી કાલે સોમનાથ ચોપાટી ખાતે 45 કરોડના ખર્ચે નિર્માણધીન સોમનાથ મંદિર સામે સમુદ્ર કિનારે સી લિંક પાથનું ખાતમુહૂર્ત કરશે,અમિત શાહ ભૂમિ પૂજન કાર્યક્રમ બાદ સભા સંબોધશે,દેશમાં ત્રણ રાજ્યોની ચૂંટણી પૂર્ણ થઈ છે,અને બે રાજ્યોમાં ચૂંટણી થવાની છે. ત્યારે પ્રચાર કાર્ય પૂર્ણ કરી સોમનાથ મહાદેવના દર્શન કરશે,

નોંધનીય છે કે પ્રત્યેક રાજ્યોના ચૂંટણી પ્રચાર પૂર્ણ કર્યા બાદ અમિત શાહ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવવા અચૂક પાધરે છે. અમિત શાહ સોમનાથ મહાદેવમાં અતૂટ શ્રધ્ધા ધરાવે છે,

Next Story