Connect Gujarat
ગુજરાત

ભારતના ૪ દિવ્યાંગ તરવૈયાઓએ ઇંગ્લિશ ચેનલ પાર કરી બનાવ્યો રેકોર્ડ

ભારતના ૪ દિવ્યાંગ તરવૈયાઓએ ઇંગ્લિશ ચેનલ પાર કરી બનાવ્યો રેકોર્ડ
X

દિવ્યાંગ તૈરવૈયાઓની રિલે ટીમે ૩૬ કિલોમીટર લાંબી ઇંગ્લિશ ચેનલ ૧૨ કલાક ૨૬ મિનિટમાં પાર કરીને રેકોર્ડ બનાવ્યો

ભારતના ચાર દિવ્યાંગ તૈરવૈયાઓની રિલે ટીમે ૩૬ કિલોમીટર લાંબી ઇંગ્લિશ ચેનલ ૧૨ કલાક ૨૬ મિનિટમાં પાર કરીને રેકોર્ડ બનાવ્યો. ઇંગ્લિશ ચેનલ પાર કરનારી આ પહેલી એશિયાઇ ટીમ પણ છે. તરવૈયાઓએ આ મુકામ સુધી પહોંચવાનો અનુભવ શેર કર્યો તો જાણ થઇ કે તેમના સંઘર્ષોની સફર બહુ પહેલાથી જ શરૂ થઇ ગઇ હતી.

કોઇની સામે પૈસાની તકલીફ ઊભી થઇ તો તેણે પિતાની એફડી તોડી લીધી, મિત્રો પાસે ઉધાર માંગ્યા. કોઇએ મહેણા-ટોણાનો સામનો કરવો પડ્યો તો કોઇએ સરોવરમાં તરવાની પ્રેક્ટિસ કરીને ઇંગ્લિશ ચેનલ પાર કરવાની હિંમત ભેગી કરી. આ ટીમમાં મધ્યપ્રદેશના સત્યેન્દ્રસિંહ લોહિયા, રાજસ્થાનના જગદીશચંદ્ર તૈલી, મહારાષ્ટ્રના ચેતન રાઉત અને બંગાળના રિમો શાહ સામેલ હતા.ચેતન પાસે લંડન સુધી જવાના પણ પૈસા ન હતા

* અમરાવતીમાં રહેતા ૨૪ ચેતન રાઉત જમણા પગમાં ૫૦% સુધી દિવ્યાંગ છે. ચેતને જણાવ્યું, "પિતા સ્કૂલમાં પટાવાળા હતા. તરણકળા માટે તેમણે મને પુણે મોકલ્યો. બે વર્ષ પહેલા અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું. ત્યારબાદ ઇંગ્લિશ ચેનલ પાર કરવા માટે લંડન જવા સુધીના પૈસા ન હતા. પૈસાની વ્યવસ્થા કરવા માટે મેં પિતાની એફડી તોડી નાખી. મિત્રો અને સંબંધીઓ પાસેથી ઉધાર પૈસા લીધા. ટીમના બાકીના સાથીઓએ પણ ક્રાઉડ ફંડિંગ અને બીજી રીતે પૈસા ભેગા કર્યા. તે છતાં પણ પૈસા પૂરા ન પડ્યા. ટાટા ટ્રસ્ટે ઇવેન્ટનો ૬૦ ટકા ખર્ચ ઉઠાવ્યો. આજે મને ખુશી છે કે મેં પિતાનું સપનું પૂરું કરી દીધું."સત્યેન્દ્રને બાળપણથી જ દરેક જણ ટોણા મારતું હતું

- ગ્વાલિયરમાં રહેતા ૩૧ વર્ષીય સત્યેન્દ્ર જણાવે છે કે, "દિવ્યાંગ હોવાને કારણે બાળપણથી જ મને ટોણા મારવામાં આવતા હતા. પરંતુ તેનાથી જ મને હિંમત મળી. ગામની બૈસલી નદીમાં તરવાનું શરૂ કર્યું. એપ્રિલ ૨૦૧૭માં ભોપાલમાં મધ્યપ્રદેશના રમત-ગમત વિભાગના અધિકારીઓ સામે મેં ઇંગ્લિશ ચેનલ પાર કરવાની ઇચ્છા દર્શાવી. અધિકારીઓએ મજાક ઉડાડતા ભોપાલના મોટા તળાવને તરીને પાર કરવાની ચેલેન્જ આપી હતી." સત્યેન્દ્રના બંને પગ ૬૭% સુધી દિવ્યાંગ છે.સરોવરમાં તરીને જગદીશે તરતાં શીખ્યું

* ૩૪ વર્ષીય જગદીશચંદ્ર તૈલીએ જણાવ્યું કે, "મેં સ્વિમિંગની શરૂઆત રાજસમંદ સરોવરથી કરી હતી. પિતા ખેડૂત છે. મુંબઈમાં ખર્ચ ઉઠાવવા માટે અલગ-અલગ જગ્યાએ જઇને સ્વિમિંગ પણ શીખવાડ્યું. ઇંગ્લિશ ચેનલ પાર કરતા સમયે ૬૦ ટકા સફર સરળતાથી પાર કરી લીધી હતી, પરંતુ પથી સમુદ્રમાં ઊંચી લહેરો ઉઠવાને કારણે ૧ કલાકનું અંતર કાપવામાં ૩ કલાક લાગી ગયા. લહેરોએ રસ્તામાં ભટકાવવાની પણ કોશિશ કરી, પરંતુ અમે અટક્યા નહીં. એક જગ્યાએ જેલી ફિશ પણ કરડી હતી. તે છતાંપણ ટીમની હિંમત તૂટી નહીં." જગદીશ ડાબા પગમાં ૫૫% દિવ્યાંગ છે.

રિમોએ એક ટંક જમીને પણ ગુજરાન કર્યું

* પશ્ચિમ બંગાળના હાવડામાં રહેતા ૨૭ વર્ષીય રિમો શાહ ડાબા પગમાં ૫૫% દિવ્યાંગ છે. તેમણે જણાવ્યું, "અહીંયા સુધી પહોંચવાની સફર મારા માટે પડકારોથી ભરેલી રહી. પિતાનો બિઝનેસ ડૂબી ગયો અને પૈસા ખતમ થઇ ગયા. એક સમય એવો પણ આવ્યો જ્યારે અમે દિવસમાં એક જ વાર જમવાનું નસીબ થતું હતું. પરંતુ માતા-પિતાએ હિંમત ન હારી અને હંમેશાં મને આગળ વધવા માટે પ્રેરિત કર્યો."તરવૈયાઓ માટે એવરેસ્ટ જેવું છે ઇંગ્લિશ ચેનલ

* રિમોએ જણાવ્યું, "ઇંગ્લિશ ચેનલને પાર કરવી એ દરેક તરવૈયાનું સપનું હોય છે. તેમના માટે આ એવરેસ્ટ ફતેહ કરવા જેવી વાત છે. ૧૦ થી ૧૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં સમુદ્રની લહેરોને ચીરતા આગળ વધવું એવું છે જેમ એક પર્વતારોહક બરફના પહાડો પર ચડે છે. આ સફળતા અમને યુદ્ધમાં વિજય જેવો અહેસાસ આપે છે."

Next Story