Connect Gujarat
ગુજરાત

ભારતના 5 રેલવે સ્ટેશન પર મળશે ફ્રી વાઇ-ફાઇની સુવિધા

ભારતના 5 રેલવે સ્ટેશન પર મળશે ફ્રી વાઇ-ફાઇની સુવિધા
X

ગુગલ દ્વારા ભારતના પાંચ મોટા શહેરોના રેલવે સ્ટેશનો પર ફ્રી વાઇ-ફાઇની સર્વિસ લોન્ચ કરવામાં આવી છે. જેમાં ઉજ્જૈન, જયપુર, ગુવાહાટી, પટના અને અલ્હાબાદનો સમાવેશ થાય છે. જેનું ટૂંક સમયમાં જ રેલવે મંત્રી સુરેશ પ્રભુ દ્વારા ઉદ્દઘાટન કરવામાં આવશે.

ગુગલ આ સર્વિસ રેલટેલ સાથે મળીને પુરી પાડશે. જે રેલવેમાં ઇન્ટરનેટ સર્વિસ પુરી પાડે છે. દેશના 15 રેલવે સ્ટેશનો પર મફત વાઇ-ફાઇની સુવિધા પુરી પાડવામાં આવશે. જેમાં સૌપ્રથમ મુંબઇ સેન્ટ્રલ સ્ટેશને આ સુવિધા ઉપલબ્ધ થશે. ગુગલના આ પ્રોજેક્ટેમાં દાદર, બાંદ્રા ટર્મિનસ,ચર્ચગેટ, થાણે, કલ્યાણ, પનવેલ, વાશી, કુર્લા, છત્રપતિ શિવાજી ટર્મિનસ અને બોરિવલિ તેમજ મુંબઇના બીજા અન્ય કેટલાક સ્ટેશનો પર પણ આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ભારતના 100 રેલવે સ્ટેશનો પર હાઇ સ્પીડ ઇન્ટરનેટની સુવિધા પુરી પાડવા માટે ગુગલ ભારતીય રેલવે મંત્રાલય અને રેલટેલ સાથે કાર્ય કરી રહ્યું છે.

Next Story