Connect Gujarat
દેશ

ભારતની પહેલી સેમી હાઇસ્પીડ ટ્રેન વંદે ભારતને મુંબઇથી વાયા વડોદરા દિલ્હી રૂટ પર દોડાવવા રેલવે દ્વારા અપાઇ મંજુરી

ભારતની પહેલી સેમી હાઇસ્પીડ ટ્રેન વંદે ભારતને મુંબઇથી વાયા વડોદરા દિલ્હી રૂટ પર દોડાવવા રેલવે દ્વારા અપાઇ મંજુરી
X

ભારતની પહેલી સેમી હાઇસ્પીડ ટ્રેન વંદે ભારત મુંબઇથી વાયા વડોદરા દિલ્હી રૂટ પર દોડાવવા રેલવે દ્વારા મંજુરી અપાઇ છે. એન્જીનીયરીંગ વિભાગ અને સેફ્ટી વિભાગ દ્વારા ટ્રેન આ ટ્રેનની 180 સ્પીડ માટે યોગ્ય હોવાનુ સર્ટીફિકેટ આપ્યું હતું. હવે ટ્રેનનો વાસ્તવિક ટ્રાયલ થશે.

દેશની પહેલી મેકઇન ઇન્ડીયા અંતર્ગત બનેલી સેમી હાઇસ્પીડ ટ્રેન વંદે ભારત મુંબઇથી વડોદરા ચલાવવા માટે તાજેતરમાં મુંબઇ ખાતે રેલવે બોર્ડના અધિકારીએ સૈધાંતીક મંજુરી આપી હતી. તેમજ ટ્રાયલ માટે પણ જણાવાયુ હતુ. રેલવેના વિવિધ પ્રોસીજર મૂજબ કાર્યવાહી હાથ ધરાઇ છે. તે મૂજબ ટ્રેક ના ફિટનેસ અંગે તાજેતરમાં સર્વે થયો હતો. અને કેટલીક જગ્યાએ સ્પીડ ઘટાડી આ ટ્રેન ચલાવવા માટે ટ્રેક ફિટ હોવાનો રિપોર્ટ આપ્યો હતો. વંદે ભારત ટ્રેન વજનમાં હલકી અને ઓટોમેટીક હોવા સાથે ભારતમાં બનેલી છે. રેલવે દ્વારા આ ટ્રેનના અંદાજે 100 રેક તૈયાર કરી તમાંમ રાજધાની ટ્રેનની જગ્યાએ મૂકવા આયોજન કરાવાની સંભાવનાઓ છે.

Next Story