Connect Gujarat
સમાચાર

ભારતનું ટી-20ની શ્રેણીમાં સાઉથ આફ્રિકાને 3-0 થી હરાવવાનું લક્ષ્ય

ભારતનું ટી-20ની શ્રેણીમાં સાઉથ આફ્રિકાને 3-0 થી હરાવવાનું લક્ષ્ય
X

ભારત અત્યારે ટી-20 ક્રિકેટનાં આઇસીસી રેન્કિંગમાં ત્રીજા ક્રમે છે. પાકિસ્તાન નંબર વન અને ઓસ્ટ્રેલિયા નંબર બે પર છે. પણ તે ભારત કરતા માત્ર એક જ પોઇન્ટની સરસાઈ ધરાવે છે. ઓસ્ટ્રેલિયા અને ભારત બંને અત્યારે ટી-20 રમી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રિકોણીય જંગ યોજાયો જેની ફાઇનલ બુધવારે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનાર છે. જ્યારે ભારત સાઉથ આફ્રિકાનાં પ્રવાસે ત્રણ ટી-20 મેચની શ્રેણી રમવાનું છે. જેમાંની પ્રથમ મેચ રવિવારે ભારત જીતી ચૂક્યું છે હવે બીજી બુધવારે અને ત્રીજી શુક્રવારે રમાનાર છે.

ઓસ્ટ્રેલિયા જો ફાઇનલ મેચ ન્યુઝીલેન્ડ સામે હારશે અને જો ભારત તેની બાકીની બંને ટી-20 જીતે એટલે કે સાઉથ આફ્રિકાને 3-0 થી હાર આપે તો ભારત આઇ.સી.સી. ટી-20 રેન્કિંગમાં નંબર વન ટીમ બની શકે છે. પાકિસ્તાનની ચાર પોઇન્ટની સરસાઈ કાપી શકે છે. ઓસ્ટ્રેલિયાનો ત્રિકોણિય જંગના ધરખમ દેખાવ રહ્યો છે. અને તેઓ તેની ટુર્નામેન્ટની ચારેય લીગમેચ જીત્યા હતા.

Next Story