Connect Gujarat
લાઇફસ્ટાઇલ

ભારતને વન-ડે શ્રેણી જીતવા વધુ એક તક

ભારતને વન-ડે શ્રેણી જીતવા વધુ એક તક
X

ભારતીય ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકા સામે પાંચમી વન-ડેમાં ઉતરશે ત્યારે તેનું લક્ષ્યાંક શ્રેણી વિજય નિશ્ચિત કરવાનું રહેશે. છ મેચની વન-ડે શ્રેણીમાં ભારત હાલ 3 - 1ની સરસાઇ ધરાવે છે.

શ્રેણીની પ્રથમ 3 વન-ડેમાં ભારતીય ટીમે યજમાન ટીમ સામે રીતસરનું પ્રભુત્વ જમાવ્યું હતું. જોહાનિસબર્ગ ખાતે શનિવારે રમાયેલી ચોથી વન-ડેમાં પણ વિરાટ કોહલી અને શિખર ધવન બેટિંગ કરી રહ્યા હતા. ત્યાં સુધી ભારતની પકડ મજબૂત હતી. પરંતુ આ બંને આઉટ થતા જ ભારતે 300 થી વધુનો સ્કોર કરવાની તક ગુમાવી અને દક્ષિણ આફ્રિકાએ ભારતની બેદરકારીભરી બોલિંગ-કંગાળ ફિલ્ડિંગનો લાભ લઇ વિજય મેળવ્યો હતો.

ચોથી વન-ડેમાં વિજય બાદ દક્ષિણ આફ્રિકાની ટીમમાં એકપ્રકારનો આત્મવિશ્વાસ આવી ગયો હશે અને હવે તે ભારતને હાવી નહીં થવા દેવાનો પ્રયાસ કરશે.

આ બંને સ્પિનર્સે નવી ટ્રિક્સ સાથે મેદાનમાં ઉતરવું પડશે. ભારતીય ટીમ માટે અન્ય એક સમસ્યા મિડલ ઓર્ડરની છે. વિરાટ કોહલી સસ્તામાં આઉટ થઇ જાય તો ભારતીય ઇનિંગ્સને આપે તેવો એમએસ ધોની સિવાય કોઇ જ બેટ્સમેન નથી. ભારતીય ટીમ આજ રોજ ના મુકાબલા માટે શ્રેયસ ઐયરને સ્થાને મનિષ પાંડે અથવા કેદાર જાધવને સામેલ કરે તેવી સંભાવના છે.

Next Story