Connect Gujarat
ટેકનોલોજી

ભારતીયો સહિત વિદેશી વિજ્ઞાનીઓ અને સંશોધકો માટે UKએ કરી વિઝાની નવી કેટેગરી જાહેર

ભારતીયો સહિત વિદેશી વિજ્ઞાનીઓ અને સંશોધકો માટે UKએ કરી વિઝાની નવી કેટેગરી જાહેર
X

વિદેશી વિજ્ઞાનીઓ અને રિસર્ચર્સને આકર્ષવા નવી કેટેગરી જાહે

ભારતીય વિજ્ઞાનીઓ અને શૈક્ષણિકક્ષેત્રે નિષ્ણાતોને લાભ

બ્રિટને તેના રિસર્ચ સેક્ટરના વિકાસને પ્રોત્સાહન આપવા માટે ભારતીયો સહિત વિદેશી વિજ્ઞાનીઓ અને સંશોધકો માટે વિઝાની નવી કેટેગરી જાહેર કરી છે. જેનાથી ભારતીય વિજ્ઞાનીઓ અને શૈક્ષણિકક્ષેત્રે નિષ્ણાતોને લાભ થશે.

નવી યુકેઆરઆઇ સાયન્સ, રિસર્ચ એન્ડ એકેડેમિયા સ્કીમ યુરોપીય પંચથી બહારના સંશોધકો, વિજ્ઞાનીઓ માટે ખોલવામાં આવી છે. હાલમાં અમલી ટિયર પાંચ (ટેમ્પરરી વર્કર, સરકાર માન્ય એક્સચેન્જ) વિઝા રૂટમાં ઉમેરવામાં આવનારી આ સ્કીમ હેઠળ યુરોપીય પંચ બહારના લોકો બ્રિટન આવીને બે વર્ષ સુધી કામ કરી શકશે.

આ સ્કીમ જારી કરતાં યુકેના ઇમીગ્રેશન મંત્રી કેરોલિન નોક્સે જણાવ્યું હતું કે 'બ્રિટન રિસર્ચ અને ઇનોવેશનક્ષેત્રે વૈશ્વિક આગેવાન છે અને આ ફેરફારોથી આ દેશમાં આંતરરાષ્ટ્રીય રિસર્ચર્સ માટે કામ કરવું અને તાલીમ લેવું સહેલું બની જશે.'

તેમણે કહ્યું કે 'આપણી પાસે એક એવી ઇમીગ્રેશન સિસ્ટમ હોવી જોઇએ કે જેનાથી આપણે આંતરરાષ્ટ્રીય ટેલેન્ટને આકર્ષી શકીએ અને તેમના જ્ઞાન અને નિપુળતાથી આપણને લાભ મળે. હું માનું છું કે વિજ્ઞાનના મહત્વના ફાળાથી યુકેના અર્થતંત્રને ઘણો ફાયદો થાય છે અને હું પ્રતિબદ્ધ છું કે બ્રિટન વિશ્વભરમાંથી અગ્રણી સાયન્ટિફિક અને રિસર્ચ ટેલેન્ટને આવકારવાનું ચાલુ રાખશે.'

Next Story