Connect Gujarat
દેશ

ભારતીય એરફોર્સના પાયલટ વિંગ કમાન્ડર અભિનંદન આજે વાઘા બોર્ડરથી ભારત પરત આવશે

ભારતીય એરફોર્સના પાયલટ વિંગ કમાન્ડર અભિનંદન આજે વાઘા બોર્ડરથી ભારત પરત આવશે
X

ભારતીય એરફોર્સના પાયલટ વિંગ કમાન્ડર અભિનંદન બુધવારે પાકિસ્તાન અધિકૃત એલઓસીમાં પેરાશૂટની મદદથી પ્લેન ક્રેશ થતા પાકિસ્તાનમાં ફસાયા હતા. પાકિસ્તાને બુધવારે સવારે પાકિસ્તાનના F 16 વિમાને ભારતીય સીમામાં ઘુષણખોરી કરી હતી જેને પાછા ધકેલતા સમયે વિંગ કમાન્ડર અભિનંદનનું પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

ગુરૂવારે પાકિસ્તાનના વિદેશ મંત્રી હારૂન મહેમુદે જાહેરાત કરી હતી કે જ્યાં સુધી શાંતિ સ્થપાય નહીં ત્યાં સુધી તેઓ ભારતિય વિંગ કમાન્ડરને પરત મોકલવા પર વિચારી શકે નહીં. જોકે, જીનીવા કરાર અને ભારતના સમર્થનમાં આવેલા આંતરાષ્ટ્રીય મંચના કારણે પાકિસ્તાને 48 કલાકમાં જ અભિનંદનને ભારત પરત મોકલવાની જાહેરાત કરી હતી.

બુધવારે સમગ્ર દેશમાં વિંગ કમાન્ડર અભિનંદનનો વીડિયોએ લોકોના દીલ જીત્યા હતા. જેમાં તેઓ કહીં રહ્યાં હતા કે, મારી ઓળખ વિંગ કમાન્ડર છે, હું ભારતીય વાયુસેનાનો પાયલટ છું. મારા લગ્ન થઈ ચૂક્યા છે, આથી વિશેષ હું કઈ પણ માહિતી પાકિસ્તાનને આપી શકું નહીં. ભારતના આ વીરની સ્થિરતા જોઈ સમગ્ર દેશ અચંબામાં પડી ગયો હતો.

ગઈ કાલે ગુરૂવારના રોજ પાકિસ્તાન સંસદમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને જાહેરાત કરી હતી કે વિંગ કમાન્ડર અભિનંદનને તેઓ શુક્રવારે પરત મોકલશે. તેમણે કહ્યું હતું કે અમે અભિનંદનને છોડી અને સદભાવના દર્શાવી છે. આજ રોજ અભિનંદનને પાકિસ્તાનમાં કુલ બે દિવસ થશે. મળતા સમાચાર મુજબ ભારતીય વિંગ કમાન્ડર અભિનંદન આજે શુક્રવારના રોજ વાઘા બોર્ડર થી ભારત પરત આવશે. ભારતીય વિંગ કમાન્ડર અભિનંદન આજ રોજ 4 કલાકની આસપાસ ભારતમાં પ્રવેશ કરશે.

વાઘા બોર્ડર ઉપર આજે સવારથી જ ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. ઢોલ નગારા સંગ ભારતીય વિંગ કમાન્ડર અભિનંદનને આવકારવા, જે દિવસની રાહ પ્રત્યેક દેશવાસી બેસબરીથી કરી રહ્યો હતો. તે સમય પસાર થવામાં થોડાક ક્ષણ બાકી રહ્યા છે ભારતીય વિંગ કમાન્ડર અભિનંદનને પરત આવવામાં બસ હવે થોડાકજ કલાક બાકી રહ્યા છે.

Next Story