Connect Gujarat
દેશ

ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે સુકમાના શહીદ જવાનોના પરિવારના બાળકોનો અભ્યાસનો ખર્ચ ઉઠાવ્યો

ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે  સુકમાના શહીદ જવાનોના પરિવારના બાળકોનો અભ્યાસનો ખર્ચ ઉઠાવ્યો
X

છતીસગઢના સુકમામાં શહીદ થયેલા જવાનો માટે ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર તેઓના પરિવારની વહારે આવ્યા હતા, ગૌતમ ગંભીરે જણાવ્યું હતું કે સુકમામાં શહીદ થયેલા 25 જવાનોના પરિવારને પુરી રીતે મદદ કરશે, અને તેમને શહીદ થયેલા જવાનોના બાળકોને પૂરું શિક્ષણ મળી રહે તે માટે પોતે તેમના અભ્યાસનો ખર્ચ ઉઠાવશે, તેમને જાણીતા અખબારની એક કોલમમાં લખ્યું હતું કે 25 CRPF જવાનોના બાળકોની જવાબદારી તે લેવા માટે તૈયાર છે.

unnamed (1)

ગૌર તબલમાં બુધવાર સાંજે રાઇજિંગ પુણે સામેની મેચના મુકાબલામાં ગૌતમ ગંભીરે પોતાના હાથ પર કાળી પટ્ટી બાંધીને CRPF જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. શહીદ જવાનોના બાળકોની અભ્યાસની જવાબદારી ગૌતમ ગંભીર ફાઉન્ડેશન ઉઠાવશે. અને ગૌતમ ગંભીરની ટીમે આ કાર્ય પર કામ કરવાનું પણ શરૂ કરી દીધુ છે.

વધુમાં ગૌતમ ગંભીરે હાથ જોડી કહ્યુ હતુ કે જવાનો માટે સાચી શ્ર્દ્ધાજંલિ અર્પિત કરવા માંગો છો તો ભારત સરકાર ની વેબસાઈટ bharatkeveer.gov.in પર જઈ પોતાનું યોગદાન આપો, જેથી શહીદ જવાનના પરિવારને મેહસુસ થઇ શકે કે તે દુઃખની ઘડીમાં તેમની સાથે આખો દેશ છે, તે પોતાને એકલા ન સમજે.

Next Story