Connect Gujarat
સમાચાર

ભારતીય ક્રિકેટર વેણુગોપાલ રાવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃત્તી

ભારતીય ક્રિકેટર વેણુગોપાલ રાવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃત્તી
X

ભારતીય ક્રિકેટ ટીના બેટ્સમેન અને આંદ્ર પ્રદેશના પૂર્વ કેપ્ટન વેણુગોપાલ રાવે ક્રિકેટમાંથી નિવૃત્તીની જાહેરાત કરી છે. વેણુગોપાલ રાવે ભારત માટે 16 વનડે રમ્યા હતા. 37 વર્ષના વેણુગોપાલે ભારત માટે વનડેમાં પોતાનું ડેબ્યૂ 30 જુલાઈ 2005ના રોજ દાંબુલામાં શ્રીલંકા વિરૂદ્ધ કર્યું હતું અને આ મેચમાં તેણે 38 રનની ઇનિંગ રમી હતી. ભારત માટે તેણે પોતાના અંતિમ વનડે મેચ 23 મે 2006ના રોજ રમ્યા હતા

ફર્સ્ટ ક્સાસ ક્રિકેટમાં તેના નામે સાત હજારથી વધુ જ્યારે લિસ્ટ એ કરિયરમાં 4000થી વધુ રન હતા. વેણુ આંધ્ર પ્રદેશથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમતો હતો જ્યાં તેની એવરેજ 50થી વધુની રહી જ્યારે લિસ્ટ એમાં પણ તે 40થી વધુની સરેરાશથી રન બનાવતો હતો. જોકે, ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તે પોતાના ટેલેન્ટ સાથે ન્યાય ન કરી શક્યો ન તેની બેટિંગ એવરેજ માત્ર 24.22 રનની રહી. જણાવી દઈએ કે, વર્ષ 2000માં અન્ડર-19 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમમાં વેણુગોપાલ રાવ પણ હતો.

વેણુગોપાલે IPLમાં કુલ 65 મેચો રમી છે. તે ડેક્કન ચાર્જર્સ, દિલ્હી ડેરડેવિલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમી ચૂક્યો છે. 2009માં ટાઈટલ જીતનારી ડેક્કન ચાર્જર્સની ટીમમાં રાવ પણ શામેલ હતો. તેણે IPLમાં ત્રણ હાફ સેન્ચુરી લગાવી હતી અને તેનો સ્ટ્રાઈક રેટ 117 રહ્યો.

Next Story