Connect Gujarat
ગુજરાત

ભારતીય ક્રિકેટ ટીમ ના સફળ પૂર્વ સુકાની ધોનીને બીસીસીઆઈ દ્વારા અપાયેલ મોમેન્ટો રાજકોટમાં તૈયાર થયો હતો

ભારતીય ક્રિકેટ ટીમ ના સફળ પૂર્વ સુકાની ધોનીને બીસીસીઆઈ દ્વારા અપાયેલ મોમેન્ટો રાજકોટમાં તૈયાર થયો હતો
X

રાજકોટના એક સોની વેપારીએ બીસીસીઆઈ દ્વારા એમ એસ ધોનીને આપેલ મોમેન્ટો તૈયાર કરવામાં આવ્યો હતો.

રાજકોટ પોતાની આવડત અને ક્લાકારીને લઈને દેશ વિદેશમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. રાજકોટની સોની બજાર ભારત સહિત વિદેશમાં પણ ખાસ નામના ધરાવે છે.

ટીમ ઇન્ડીયાના પુર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને બીસીસીઆઈ દ્વારા એક ખાસ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યા હતા.ભારતીય ટીમના ખેલાડી અને કોચની હાજરીમાં બીસીસીઆઈ દ્વારા એક ખાસ મોમેન્ટો મહેન્દ્રસિંહ ધોનીને આપવામાં આવ્યો હતો.

ધોનીને આપવામાં આવેલો આ ખાસ મોમેન્ટો રાજકોટની સોની બજારમાં તૈયાર કરવામાં આવ્યો છે. સોની વેપારી હરેશ સહોલીયા અને તેના કારીગરો દ્વારા આ મોમેન્ટો બનાવ્યો છે. પોતાના દ્વારા બનાવેલા મોમેન્ટો જયારે બીસીસીઆઈ દ્વારા ધોનીને અપાયો ત્યારે રાજકોટના આ સોની વેપારી ગર્વની લાગણી અનુભવી રહ્યુ છે.

રાજકોટની સોની બજારમાં તૈયાર થયેલા આ મોમેન્ટોની અનેક ખાસીયત છે. ધોની માટેના આ મોમેન્ટો સિલ્વરથી તૈયાર કરવામાં આવ્યો છે અને તેમાં ગોલ્ડ ટચ આપવામાં આવ્યો છે. આ મોમેન્ટોમાં મહેન્દ્રસિંહ ધોનીની ચાર સિદ્ધિનું વર્ણન કરવામાં આવ્યુ છે અને ધોનીનો બેઝ પણ ખુબ બારીકાઇ થી બનાવવામાં આવ્યો છે. જયારે આ મોમેન્ટોમાં ધોનીનું નામ પણ ખાસ રીતે લખવામાં આવ્યુ છે જે સંપૂર્ણ ગોલ્ડ પ્લેટથી તૈયાર કરાયુ છે.

Next Story