Connect Gujarat
સમાચાર

ભારતીય ટીમને હવે ત્રણેય ફોર્મેટમાં નંબર-૧ બનવાની તક

ભારતીય ટીમને હવે ત્રણેય ફોર્મેટમાં નંબર-૧ બનવાની તક
X

આઇસીસીના ટેસ્ટ, વન-ડે અને ટ્વેન્ટી૨૦ રેન્કિંગમાં ભારતીય ક્રિકેટ ટીમનો દબદબો જોવા મળ્યો છે. ભારતીય ટીમ ટેસ્ટ, વન-ડે રેન્કિંગમાં ટોચના જ્યારે ટ્વેન્ટી૨૦ રેન્કિંગમાં ત્રીજા સ્થાને છે.

શ્રીલંકા ખાતે ૬ માર્ચથી શરૃ થતી ટ્વેન્ટી૨૦ ત્રિકોણીય શ્રેણીમાં ભારતીય ટીમ વિજય મેળવશે તો તે ટ્વેન્ટી૨૦ રેન્કિંગમાં પણ ત્રીજા ક્રમે આવી જશે. આ ઉપરાંત વન-ડે બેટ્સમેનના રેન્કિંગમાં વિરાટ કોહલી, બોલર્સ રેન્કિંગમાં જસપ્રિત બુમરાહ ટોચના સ્થાને છે.

વિરાટ કોહલી ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગમાં બીજું સ્થાન ધરાવે છે. ટ્વેન્ટી૨૦ ફોર્મેટમાં સ્પિનરો ખાસ પ્રભાવ પાડી શકતા નથી તેવી માન્યતાનો પણ છેદ ઉડાવવો પડી શકે છે. આઇસીસી ટ્વેન્ટી૨૦ બોલર્સ રેન્કિંગમાં ટોપ-૧૦માંથી ૮ સ્પિનર્સ છે.

Next Story