Connect Gujarat
ગુજરાત

ભારતીય ટીમનો 8 રને રોમાંચક વિજય, 500મી વનડે જીતનાર બીજો દેશ બન્યો

ભારતીય ટીમનો 8 રને રોમાંચક વિજય, 500મી વનડે જીતનાર બીજો દેશ બન્યો
X

ઓસ્ટ્રેલિયાને જ હરાવી ભારત તેના પછીનો 500મી વનડે જીતનાર બીજો દેશ બન્યો

અંતિમ ઓવર સુધી રોમાંચક બનેલી મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને બીજી વન-ડેમાં 8 રને પરાજય આપી પાંચ મેચની સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતાં 250 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 49.3 ઓવરમાં 242 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. વિરાટ કોહલીને સદી ફટકારવા બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો

251 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી ઓસ્ટ્રેલિયન ટીમને ઓપનર ઉસ્માન ખ્વાજા અને કેપ્ટન એરોન ફિન્ચે મજબૂત શરૃઆત અપાવતાં પ્રથમ વિકેટ માટે 83 રન જોડયા હતા. કુલદીપ યાદવે આ સમયે ભારતને પ્રથમ સફળતા અપાવતાં ફિન્ચને આઉટ કર્યો હતો. ટીમના સ્કોરમાં એકેય રન ઉમેરાયો નહોતો ત્યારે કેદાર જાધવે ઉસ્માન ખ્વાજાને પણ આઉટ કરી ઓસ્ટ્રેલિયાને બીજો ઝટકો આપ્યો હતો. હેન્ડ્સકોમ્બ અને માર્શ મક્કમતાથી બેટિંગ કરી રહ્યા હતા પરંતુ જાડેજાએ માર્શને અને કુલદીપે ફોર્મમાં રહેલા મેક્સવેલને આઉટ કરતાં ઓસ્ટ્રેલિયાએ 132 રનના સ્કોરે ચાર વિકેટ ગુમાવી દીધી હતી. સ્ટોનિસ અને પીટર હેન્ડ્સકોમ્બે ત્યારબાદ 39 રન જોડયા હતા.

Next Story