Connect Gujarat
સમાચાર

ભારતીય ટીમે મેલબોર્ન ટેસ્ટ જીતીને દેશને નવા વર્ષની ભેટ આપી,

ભારતીય ટીમે મેલબોર્ન ટેસ્ટ જીતીને દેશને નવા વર્ષની ભેટ આપી,
X

સીરીઝમાં 2-1થી આગળ

ટીમ ઈન્ડિયાએ બોક્સિંગ ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને ૧૩૭ રનથી હરાવીને ઈતિહાસ સર્જ્યો છે. ક્રિકેટ ઈતિહાસમાં આવું પહેલી વખત બન્યું છે કે, ભારતે ઓસ્ટ્રેલિયાને બોક્સિંગ ડે ટેસ્ટમાં પછડાટ આપ્યો હોય. મેચમાં ભારતીય ટીમે કાંગારુઓને ૩૯૯ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમ ૮૯.૩ ઓવરમાં ૨૬૧ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

ઓસ્ટ્રેલિયન બેટ્સમેન પૈટ કમિંસે ટીમ તરફથી સૌથી વધારે ૬૩ રન ફટકાર્યા હતા. બાકીના બેટ્સમેન 50નો આંકડો પણ પાર કરવામાં અસફળ રહ્યા. ભારત તરફથી જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાએ ૩-૩ વિકેટ ઝડપી હતી જ્યારે ઈશાંત શર્મા અને મોહમ્મદ શમીએ ૨-૨ વિકેટો ઝડપી હતી.

વરસાદના વિઘ્ન બાદ શરૂ થયેલી પાંચમાં દિવસની રમત બાદ મીનિટોમાં જ ટીમ ઈન્ડિયાના બોલર્સે ઓસ્ટ્રેલિયાના બે બેટ્સમેનને આઉટ કરીને મેલબોર્ન ટેસ્ટમાં ઐતિહાસિક જીત મેળવી હતી. ભારતીય ટીમ બોક્સિંગ ડે ટેસ્ટ મેચ જીતીને ઈતિહાસ રચવાની નજીક છે. અત્યાર સુધી ભારતે સાત બોક્સિંગ ડે ટેસ્ટ મેચ રમી છે, જેમાં પાંચમાં પરાજય અને બે મે મેચ ડ્રો રહી છે.

ભારતે પોતાની પ્રથમ ઈનિંગ સાત વિકેટના નુકસાન પર 443 રન ડિકલેર કરી હતી અને ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 151 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારતની પાસે ફોલોઓન આપવાની તક હતી, પરંતુ પ્રવાસી ટીમે બીજી ઈનિંગ રમવાનો નિર્ણય લીધો હતો. બીજી ઈનિંગમાં તે 292 રનની લીડની સાથે ઉતરી હતી.

Next Story