Connect Gujarat
દેશ

ભારતીય દોડવીર 18 વર્ષિય હિમાએ તોડ્યો પીટી ઉષાનો રેકોર્ડ, જીત્યો પ્રથમ ગોલ્ડ

ભારતીય દોડવીર 18 વર્ષિય હિમાએ તોડ્યો પીટી ઉષાનો રેકોર્ડ, જીત્યો પ્રથમ ગોલ્ડ
X

આસમની રહેવાસી હિમાએ ગુરૂવારે ફિનલેન્ડમાં 400 મીટર ટ્રેક ઈવેન્ટ રેસ 51.46 સેકન્ડમાં પૂરી કરી હતી

ભારતીય મહિલા દોડવીર હિમા દાસે ફિનલેન્ડમાં ચાલી રહેલી ઈન્ટરનેશનલ એસોસિએશન ઓફ એથેલેટિક્સ ફેડરેશન્સ વર્લ્ડ અંડર 20 એથેલેટિક્સ ચેમ્પિયનશિપના 400 મીટર ટ્રેક ઈવેન્ટના ફાઈનલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનારી તે પહેલી ભારતીય એથેલિટ બની ગઈ છે. 18 વર્ષની હિમાએ ગુરૂવારે 400 મીટર ટ્રેક ઈવેન્ટ રેસ 51.46 સેકન્ડમાં પૂરી કરી હતી.

આ પહેલાં બુધવારે સેમીફાઈનલમાં પણ તેણે 52.10 સેકન્ડમાં દોડ પૂરી કરી હતી. પહેલા રાઉન્ડમાં તેણે 52.25 સેકન્ડનો સમય લીધો હતો. આ રેકોર્ડ બનાવતાની સાથે જ હિમાએ પીટી ઉષા અને મિલ્ખાસિંગનો પણ રેકોર્ડ તોડી નાંખ્યો હતો.

હિમા આસામની રહેવાસી છે. ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં હિમાએ આ રેસ 51.31 સેકન્ડમાં પૂરી કરી હતી. જેમાં તે છઠ્ઠા સ્થાને રહી હતી. બાદમાં સતત પોતાના પ્રદર્શનમાં સુધારો કરતી રહી. થોડાં સમય પહેલાં તેણે આંતરરાજ્ય સ્પર્ધામાં સ્વર્ણ પદક જીત્યો હતો. ત્યારે તેણે 51.13 સેકન્ડમાં રેસ પૂરી કરી હતી. હિમા હવે ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપડાના ઈલીટ કલબમાં સામેલ થઈ ગઈ છે. નીરજે 2016માં પોલેન્ડમાં આયોજિત વર્લ્ડ જૂનિયર ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જેણે વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલાં વિશ્વ જૂનિયર ચેમ્પિયનશિપમાં 2002 દરમિયાન ડિસ્કસ થ્રોમાં સીમા પૂનિયાએ કાંસ્ય પદક જીત્યો હતો. તો 2014 દરમિયાન ડિસ્ક્સ થ્રોમાં નવજીત કૌર ઢિલ્લોએ પણ કાંસ્ય પદક પોતાના નામે કર્યો હતો. રોમાનિયાની એન્ડ્રિયા મિકલોસને સિલ્વર અને અમેરિકાની ટેલર મેંસનને બ્રોન્ઝ મેડલ મળ્યો છે

Next Story