Connect Gujarat
દુનિયા

ભારતીય ફૂટલોબ ટીમ વર્લ્ડ રેન્કિંગમાં 101માં ક્રમે પહોંચી

ભારતીય ફૂટલોબ ટીમ વર્લ્ડ રેન્કિંગમાં 101માં ક્રમે પહોંચી
X

ભારતીય ફૂટલોબ ટીમે તાજેતરમાં કમ્બોડિયા અને મ્યાનમાર સામે મેળવેલા વિજયને સહારે ફિફા વર્લ્ડ રેન્કિંગમાં સીમાચિહ્નન રૂપ આગેકૂચ કરતા 101મું સ્થાન પ્રાપ્ત કર્યું છે, ભારત આ સાથે ફિફા રેન્કિંગમાં છેલ્લા બે દશકના સર્વશ્રેષ્ઠ ક્રમે પહોંચી ગયુ છે, ભારતના એશિયન ફૂટલોબ રેન્કિંગમાં પણ સુધારો થયો છે.

unnamed (11)

ફિફાના વર્લ્ડ ફૂટલોબ રેન્કિંગમાં ભારતને છેલ્લે મે 1996ના રેન્કિંગમાં વિશ્વની 101માં ક્ર્મની ટીમ જાહેર કરવામાં આવી હતી, આંતરરાષ્ટ્રીય ફૂટલોબમાં 200થી વધુ દેશોને રેન્ક આપવામાં આવે છે,જેના કારણે ભારતનો 101મો ક્રમ પણ ઘણો સારો કહી શકાય, ગત મહિનાના રેન્કિંગમાં ભારતીય ફૂટબોલ ટીમ 132 સ્થાને હતુ, જ્યાંથી તેઓએ 31 સ્થાનનો કૂદકો લગાવતા આ સિદ્ધિ હાંસલ કરી હતી.

Next Story